જો આ એક ગામ માંથી ફોન આવે તો સારા સારો લોકો ના બેન્ક એંકાઉન્ટ ખાલી થય જાય ?? જાણો આવુ કેમ

પહેલાના સમય મા ચોર રાત્રી ના ચોરી કરતાં અને દિવસે લુંટ કરતા પરંતુ હવે સમય સાથે ચોરી કરવાની રીત પણ બદલાઈ ગઈ છે આજના ડીજીટલ યુગ મા ડિજીટલ ચોરીઓ થાય છે જેને આપણે સાઈબર ફ્રોડ કહીએ છીએ અને આવા ગુના કરતા લોકો ને પકડવા માટે પોલીસ પણ પોતાની અલગ ટીમ ઉભી કરે છે. આજે અમે તમને એવા જ એક ગામ ની વાત કરવાના છીએ કે સાઈબર ક્રાઈમ નુ હબ માનવામાં આવે છે.

જી હા , આપણે જે ગામ ની વાત કરવા જઈ રહ્યા છીએ એ ગામ નુ નામ જામતાડા છે આમ તો ઝારખંડ નો એક જીલ્લો છે પરંતુ અંતરીયાળ પથરાળ વિસ્તાર ની હાલત ખુબ ખરાબ છે પરંતુ આ ગામ ના યુવાનો પર આરોપ છે કે તેવો સાઈબર ફ્રોડ કરે છે અને દેશ ના વિવિધ પ્રદેશો મા કોલ કરીને ઓટીપી માંગ સાઇબર ક્રાઈમ નો ગુનો આચરે છે અને બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.

આ ગામ છેલ્લા છ વર્ષ થી સાઈબર ક્રાઈમ નુ હબ બની ચુકયું છે અને અનેક વખત પોલીસે રેડ કરી છે આમ છતા ત્યા ના આરોપીઓ બચી જતા હોય છે. ગામ ના યુવનો ખુબ ઓછુ ભણેલા હોવા છતાં સાઈબર ક્રાઈમ કરવામા એક્સપર્ટ છે અને દેશના વિવિધ રાજ્યો મા કોલ કરે છે અને વારદાત ને અંજામ આપે છે આટલુ જ નહી પરંતુ સમય જતા નવા નવા તરીકા થી તેવો સાઈબર ક્રાઈમ કરે છે.

આ ગામ માથી રોજ હજારો કોલ દેશ ના અલગ અલગ રાજ્યો મા થાય છે અને ઓટીપી અને બેન્ક એકાઉન્ટ નંબર અથવા એટીએમ નંબર માંગવામાં આવે છે અને ત્યાર બાદ ગુનો આચરવા આવે છે. આ ગામ પર એક વેબ સીરીઝ પણ બનેલી છે અને જેમાં બતાવવા મા આવે છે કે તેવોપર કેવી રીતે ગુનો આચરે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *