Gujarat

ઘરે દીકરીનો જન્મ થતા સુરેન્દ્રનગરના મહેંતા પરીવારે એવી ઉજવણી કરી કે સૌ કોઈ જોતું જ રહી ગયું…જુઓ તસ્વીરો

હાલના આધુનિક યુગમાં પણ અમુક વિચિત્ર માનસિકતા જોવા મળે છે જે દીકરીઓ માટે શ્રાપ સાબિત થાય છે અને એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં સ્ત્રી ભૃણ હત્યા કરવામાં આવતી હોય છે અથવા દીકરી નો જન્મ થતા તેને તેજી દેવામાં આવતી હોય છે ત્યારે હાલના સમયમાં દીકરીઓનું પ્રમાણ સતત ઘટતું જાય છે ત્યારે સુરેન્દ્રનગરમાં એ ખૂબ જ સુંદર કિસ્સો સામે આવ્યો છે.

જો આ કિસ્સા અંગે વિગતવાર વાત કરવામાં આવે તો દિવ્ય ભાસ્કર ના એક અહેવાલ મુજબ સુરેન્દ્રનગરના મહેતા પરિવારને ત્યાં દીકરીનો જન્મ થતાં તેમણે દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને નવી રાહ ચીંધી હતી. સમાજમા હવે લક્ષ્મી અને દેવીશક્તિ સમાન ગણાતી દીકરીઓ પ્રત્યે જૂની રૂઢીઓ અને માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે.

અનેક પરીવારો મા સંકુચિત માનસિકતા કારણે દિકરીનો જન્મ થાય તો દીકરી ની માતા ને ભોગવવા નો વારો આવતો હોય છે અને મેણા ટોણા સહન કરવા પડતા હોય છે જ્યારે ઘણા પરિવારો એવા પણ છે જે દિકરી અને દીકરા ને સમાન માન સન્માન આપે છે જ્યારે આવુ જ કામ સુરેન્દ્રનગર ના મહેતા પરિવારે કર્યુ છે.મહેતા પરિવારના હિરેનભાઇ અને ખુશીબેનના ઘરે પ્રથમ દીકરીનો જન્મ થતાં પુત્ર ઘેલછાને બદલે ઈશ્વરના આશીર્વાદ સમજીને તેના જન્મને પણ ફૂલડે વધાવ્યો છે.

દીકરી નો જન્મ થયા બાદ દવાખાને થી ઘરે લાવતા સમયે મા અને દીકરી બન્ને નુ ભવ્ય સ્વાગત કરવા મા આવ્યુ હતુ અને સમગ્ર પરીવાર મા ખુશી ની લહેર છવાઈ ગઈ હતી જ્યારે આ સમગ્ર પ્રસંગ મા અનેક લોકો જોડાયા હતા. જ્યારે આ કિસ્સો સમગ્ર વિસ્તાર મા ચર્ચા નો વિષય બન્યો હતો જ્યારે અન્ય પરીવાર માટે પણ આ પરીવાર પ્રેરણારુપ સાબીત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!