વ્યાજખોરો ના ત્રાસ થી આડેધે આપઘાત કરી જીવન ટુકાવ્યુ ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ કે ” આ ત્રણ લોકો ના કારણે..
વ્યાજખોરી અનેક વ્યક્તિના જીવ લઈ છે આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે, હાલમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે. આ દુખદાયી બનાવ સુરેન્દ્રનગરમાં બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અશોકભાઇ કુકાભાઇ કોરડીયાએ દૂધરેજ નર્મદા કેનાલમાં કુંદીને પોતાનો જીવ આપી દીધો. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી આપી. સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં યુવાનની લાશ પડી હોવાના સમાચાર મળતા સિટી એ ડિવિઝનના પોલીસ સલીમભાઇ ગોરી ઘટનાસ્થળે પોહચી ગઈ હતી.
તપાસ દ્વારા જાણવા મળ્યું કે મૃતકનું અશોકભાઇ કુકાભાઇ કોરડીયા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે મૃતક વ્યક્તિએ વ્યાજખોરાના લીધે આત્મહત્યા કરી લીધી છે. અશોકભાઈના ખિસ્સામાંથી અને તેના ઘરના રસોડામાં રાખેલા પાકીટમાં એમ 2 અલગ અલગ ચિઠ્ઠી લખીને પોતાની આપવીતી જણાવી હતી.
સ્યુસાઈડ નોટમાં અશોકભાઈએ જણાવ્યું છે કે, મારા મોતનુ કારણ અનિલ, વિક્રમ અને ભવાનભાઇ છે. તેમની પાસેથી લીધેલા પૈસાનું હું ઘણા સમયથી વ્યાજ ભરું છું. છતાં વ્યાજ માટે મને ત્રાસ આપે છે. અનિલ પાસેથી લીધેલા રૂ.1 લાખનું 10 ગણું વ્યાજ ભરેલ છે. દૂધની ડેરી પાસે વેચેલા મકાનના રૂ.4.50 લાખ લેવાના બાકી છે તે રૂ.10 હજારનો મહિને હપ્તો આપશે.પહેલો હપ્તો તા.25-11-22 ના રોજ લેવાનો છે. તે હપ્તા મારા ઘરના સભ્યોને આપે.
હું મારા ઘર માટે ખાવાના પૈસા રાખતો ન હતો. તોય આ લોકો મૂડી માટે મારો કોરા ચેક 10 ગણી રકમ ભરીને બેંકમાં નાખવાની ધમકી આપતા હતા. મને મરવાનો કોઇ શોખ હતો નહી. આ લોકો સામે કાર્યવાહી થાય તેવું કરજો. અથવા મારા 10 લાખથી વધુ ભરેલા રૂપિયા પાછા આપે આ સિવાય કોઇનો વાંક નથી.રતનપર દેવર્શી સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ ઉર્ફે વિકો દિલીપભાઇ જલપરા, સુભાષ રોડ, જોરાવરનગર ખાતે રહેતા અનિલ રામજીભાઇ મૂળિયા અને દેદાદરાના ભવાનભાઇ ડાયાભાઇ જાદવ સામે યુવાનને વ્યાજ માટે મરવા મજબૂર કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.