ફરસાણ ની ફેરી ચલાવતા વ્યક્તિનો પુત્ર બન્યો નાયબ કલેકટર !રાજ્યમાં પ્રથમ ક્રમાકે, સતત બે વર્ષ સુધી કરી કળી મહેનત…

પોતાના સ્વપ્નને સાકર કરવાની તમન્ના જે વ્યક્તિમાં હોય છે, એ વ્યક્તિ પોતાના સપનાઓને હકીકતમાં મેળવી ને જ રહે છે. આમ પણ કહેવાય છે ને કે, આત્મવિશ્વાસ અને મહેનત થકી જીવનમાં કંઈ પણ મેળવી શકાય છે. આજમાં સમયમાં જ્યારે યુવાનો પોતાના જીવનને મોજ શોખ થી માણી રહ્યા હોય છે. ત્યારે એવા યુવાનો પણ હોય છે કે, જેઓ પોતાના પરિવાર અને તેના ભવિષ્ય ની સાથે દેશ માટે કંઈક કરી ચુકવાની ઈચ્છા ધરાવતા હોય છે.

હાલમાં જ સોશિયલ મીડિયામાં એક યુવાન ની ચર્ચા થઈ રહી છે. આ યુવાન રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે અને એ પણ નાયબ કલેકટરની પરીક્ષા માં તે અવલ્લ આવ્યો છે. ત્યારે ખરેખર સૌ યુવાનો માટે આ યુવાન એક મિશાલ છે અને પ્રેરણા રૂપ સમાન પણ છે. આ યુવાનને સોશિયલ મીડિયાની દુનિયા થી દુર રહીને પોતાના સ્વપ્નને સાકાર કરવા લાગી ગયો હતો અને આખરે તેને પોતાના આત્મવિશ્વાસ અને મહેનત થકી પોતાના કાર્યમાં સફળતા મેળવી પણ ખરી.તેમના પિતા પણ ફરસાણ ની ફેરી ચલાવીને પોતાનું જીવન ગુજારે છે, ત્યારે પુત્ર પોતાના પરિવારનું નામ રોશન કર્યું.

ગુજરાતનાં માંડવી તાલુકાના છેવાડાના વિંગડીયા ગામના જયવિરદાન ભરતદાન ગઢવીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે ઉતીણ થઈને ચારણ ગઢવી સમાજ સહિત સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે. ખરેખર આ એક ખુશીઓનો અવસર છે. આ યુવાને નાયબ ક્લેકટર વર્ગ-૧માં કુલ ૫૩૦.૭૫ ગુણાંક સાથે જયવિરે સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

માત્ર ખાલી ૧૦૦ જણથી પણ ઓછી વસ્તી ધરાવતા વિંગડીયા ગામની પ્રા. શાળામાં ધો.૫ સુધીનો અભ્યાસ કર્યા બાદ ૧૦ માં ધોરણ સુધીનું શિક્ષણ ડુમરા નવોદય વિદ્યાલય ખાતે મેળવ્યું હતું બાદમાં રાજકોટની મોદી સ્કુલમાં ૧૨ સાયન્સ પાસ કરીને સુરત ખાતેથી મીકેનીકલ એન્જીનીયરની ડીગ્રી મેળવીને જયવિરે દિલ્હી જઈ યુપીએસસીની તૈયારીઓનો આરંભ કર્યો હતો..

આ દરમ્યાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ ની પરિક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં જયવિરે પ્રથમ વખત જ ભાગ લઈને સમગ્ર રાજયમાં પ્રથમ પ્રયત્ને જ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતા તેને એમ જ નથી મળી તેના માટે થઈને તેને ખૂબ જ મહેનત પણ કરી છે. વ્હોટ્સ એપ, ફેસબુક જેવી તમામ સોશીયલ મીડીયા દૂર રહીને માત્ર ડિજીટલ શિક્ષણ દ્વારા તેને જ્ઞાન મેળવ્યુ છે.ખરેખર તેની આ મહેનત રંગ લાવી અને આખરે તેને પરિણામ મળ્યું પણ ખરું.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *