ક્રિકેટર બનવા માંગતા તરુણનું મુત્યુ થયું! અંતિમ સંસ્કાર બાદ બીજા દિવસે બંને બહેનો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સિલેક્ટ થઇ, ભાઈનું સપનું પૃરૂ કરશે.
જગતના માનવી જ્યારે જન્મ લે છે, ત્યારે તેના જીવનમાં દુઃખ અને સુખ આવે છે. આજે અમે આપને એક એવી સત્ય ઘટના કહીશું જેમાં પરિવાર નાં જીવન બન્યું એવું કે, જે દીકરાને મોટું થઈને ક્રિકેટર બનવું હતું એજ તરુણ નું રોડ અકસ્તમાતમાં નિધન થયેલું અને તેના બીજા દિવસે તેમની બંને બહેનો જે ક્રિકેટ ખેલાડી હતી .તેમનું સિલેકશન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ટીમ માટે થયું. વિધાતાના કેવા લેખ કે, એક સાથે દુઃખ અને સુખ બને આપ્યું ચાલો ત્યારે આ સંપૂર્ણ ઘટના વિશે વિસ્તૃતમાં જાણીએ.
જામનગરમાંથી જામનગરની 7 મહિલા ખેલાડીઓ સિલેક્ટ થઈ છે. જેમાં બે એવી બહેનોની પસંદગી થઇ છે, જેમણે ખુશીના સમાચારના પહેલાં દિવસે પોતાનો નાનોભાઇ ગુમાવ્યો છે. જે પણ મોટો થઇને ક્રિકેટર બનવા માંગતો હતો. પોતાના નાનાભાઇનું સપનુ પૂરૂ કરવા બંને બહેનો ભીની આંખે હદય પર પત્થર મૂકીને ક્રિકેટ રમવા રાજકોટ જશે.
અનુષ્કા ગોસ્વામી અને પ્રતિકા ગોસ્વામી બંને બહેનો સિલેક્ટ થયાના આગલા પોતાનો વ્હાલસોયો ભાઈ ગુમાવ્યો હતો. જેનું સપનું હતું એક ક્રિકેટર બનવાનું! હવે વિચાર કરો એક તરફ ભાઈને ગુમાવી દિધાનું દુઃખ અને સાથે BCCI અંડર આવતી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્શન થયેલું.ઈશ્વરની લીલાઓ કોઈ સમજી નથી શકતું કે,ક્યારે શુ બની જાય છે.
.
સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સિલેક્શનના આગલા દિવસે બંને ખેલાડીઓના નાનાભાઈ વિશાલનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું,. હવે નાનાભાઇનું સપનું પૂરૂ કરવા બહેનો ક્રિકેટ રમશે. અને તેની બહેન કહ્યું કે મને આનંદ છે પણ અમને ઘણું દુ:ખ પણ છે. કારણ કે,મારા નાનાભાઇ વિશાલનું લેટર આવ્યાના પહેલા જ રોડ અકસ્માતમાં મૃત્યું થયું હતું. જે પણ મોટો થઇને ક્રિકેટર બનવા માંગતો હતો.
ઘરમાં આવું દુઃખ આવ્યું છે જેની ખોટ કોઈ ન પુરી કરી શકે અને આવા સમયે મારું ક્રિકેટ રમવું યોગ્ય નથી પરતું ભાઈના સપનાને પૂરું કરવા માટે ક્રિકેટ રમિશ અને રવિન્દ્રસિંહ જાડેજાએ જામનગરનું નામ રોશન કર્યું, તેમ અમે પણ ઇચ્છીએ છીએ કે અમે અમારા પરિવાર, કોચનું અને જામનગરનું નામ રોશન કરીએ. અને હજુ આગળ ઈન્ડિયાની ટીમમાં રમવાનું છે.