સુરત: બર્થ ડે પાર્ટી માથી પરત ફરતી વખતે અકસ્માત થતા 17 વર્ષિય રોહિત નુ મોત થયુ ! પરીવારે લાડલો દિકરો ગુમાવ્યો
આપણે જાણીએ છે કે, હાલમાં અનેક જગ્યાએ અક્સ્તમાતના બનાવ બહાર આવતા હોય છે, જેમાં ક્યારેક વાહન ચાલક નો અથવા સામે વ્યક્તિની બેદરકારી નાં લીધે આવી ઘટના બનતી હોય છે. ખરેખર આ ઘટના થી એ જાણવા મળે છે કે, ક્યાયરેય પણ બાઇક ચલાવતી વખતે ઓવરટેક કરવામાં ધ્યાન રાખવું જોઈએ. તેમજ એ વાત પણ ધ્યાન રાખવી કે બને ત્યાં સુધી બાઇક ચલાવતી વખતે સાવચેતી અને સલામતી જાળવવી જરૂરી છે. આ તમામ બાબતો ખાસ યુવાનો ધ્યાનમાં લેવી.
હાલમાં જ એવી ઘટના ઘટી જેમાં 17 વર્ષના તરુણ પોતાનો જીવ ગુમાવ્યો. આ તરુણ નું મુત્યુ થતા પરિવારમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયું. આ ઘટના સાથે તેના કાકા પણ હતા અને બંને ને સારવાર અર્થે દાખલ કરેલ. અમે આપને જણાવીએ કે આખરે આ ઘટના કંઈ રીતે બની. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતમાં ડિંડોલી-ગોડાદરા બ્રિજ ઉપર બાઈક સવાર કાકા-ભત્રીજા ઓવરટેક કરવાના ચક્કરમાં ડિવાઈડર ઉપર મુકેલા ફૂલના કુંડા સાથે અથડાતા એકનું કરૂણ મોત નીપજ્યું હતું
જેમાં બન્યું એવું કે,ગુરૂવારની સાંજે બનેલા ગંભીર અકસ્માત બાદ બન્નેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા 17 વર્ષીય રોહિતને મૃત જાહેર કરાયો હતો. જયારે કાકા ની હાલત સાધારણ હોવાનું ડોક્ટરોએ કહેતા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતો ઉમેશ મંગેશ રાજકોટીયા અને તેનો 17 વર્ષીય કૌટુંબિક ભત્રીજો રોહિત અજય રાજકોટીયા ગત 9મીએ કોઈ સંબંધીના ત્યાં બર્થડે પાર્ટીમાં આવ્યા હતા. ત્યારબાદ હરતા ફરતા સાંજે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
બાઇક ઉપર ડબલ સવારી કાકા-ભત્રીજા ડિંડોલી-ગોડાદરા બ્રિજ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઈક ચાલક ઉમેશ રાજકોટીયાએ ઓવરટેક કરવા જતા બેલેન્સ ગુમાવ્યું હતું અને તેમની બાઈક રોડ ડિવાઈડર પર મુકેલા ફુલના કુંડા સાથે અથડાતા જોરદાર અકસ્માત થયો હતો.જેમાં આ તરુણ એ પોતાનો જીવ ગુમાવ્યો.પરિવારનો સૌથી નાનો દીકરો હતો અને હાલમા જ ડાયમંડ કંપનીમાં નોકરી લાગેલ હતો.ઈશ્વર તેની આત્મા ને શાંતિ અર્પે એજ પ્રાર્થના.