Health

દૂધમાં પલાળેલા ખજૂર ખાવા પુરુષો માટે છે ઉત્તમ! અંગતશક્તિમાં અને ત્વચામાં થશે આ ફાયદો..

આપણા સ્વાથ્ય માટે ખજૂર ખૂબ જ લાભદાયી છે અને એમાં પણ જો તમે રાત્રે પલાળીને રાખી દિવસે પીવામાં આવે તો આપણને આ મિશ્રણ તમામ પ્રકારના સ્વાસ્થ્યના ફાયદા હોંચાડે છે. કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીનથી ભરપૂર દૂધ તેમજ ગ્લુકોઝ અને ફ્રુકટોઝથી ભરપુર ખજૂરા શરીરને તરત ઊર્જા આપે છે. ખજૂરને દૂધમાં પલાળીને થોડો સમય ઉકાળવામાં આવે તો તેના સ્વાસ્થ્ય લાભમાં 100 ગણો વધુ વધારો થાય છે.

જો તમે દૂધમાં ખજૂરને પલાળી તેનું સેવન કરો તો હિમોગ્લોબિન વધે છે. જેના કારણે એનિમિયાની સમસ્યા ધીરે ધીરે મટી જાય છે. તેમજ ખાસ કરીને ખજૂર ગર્ભવતી હોય ત્યારે તેના સ્વાસ્થ્યની સાથો સાથ ભ્રૂણના વિકાસમાં પણ મદદ કરે છે. જેથી ખજૂરને ગાયના દૂધમાં પલાળીને સેવન કરવાથી શરીરમાં ઓક્સીટોસિનનું પ્રમાણ વધે છે. જે ડિલિવરી સમયે યુટરસની સંવેદનશીલતા વધારે છે. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં એમિનો એસિડ, પ્રોટીન અને ફાઇબર જોવા મળે છે. જે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ફાયદાકારક છે.

યુવાનો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, ખજૂરમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ ભરપૂર હોય છે. જે એન્ટી એજિંગ ગુણો ધરાવે છે. તેનું સેવન કરવાથી ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. પરિણામે સ્કિન પર વધતી ઉંમરની અસર ઓછી જાય છે. ખજૂર અને દૂધનું એકસાથે સેવન કરવાથી પ્રજનન ક્ષમતા વધારો થાય છે. આયુર્વેદમાં તેમો ઔષધીય રૂપે ઉપયોગ કરવામાં આવે છે.

આમ જોઈએ તો શરીરમાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી છે, તેમજ ઉધરસમાં રાહત આપે છે અને જો ઉંઘ ન આવતી હોય તો નિદ્રાની સમસ્યામાં પણ મદદ કરે છે અને ખાસ જો બ્લડ પ્રેશર ઓછું કરવામાં પણ ફાયદો કરે છે.આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!