Gujarat

લોકોનાનાં ઘરનું અંધકાર દૂર કરવા મહિલા પોતાનો જીવ દાવ પર મૂકી વીજ થાંભલા પર ચડી જાય છે.

કહેવાય છે ને કે, એક સ્ત્રી જો ધારે તો કોઈપણ કાર્ય કરી શકે છે ! આજનો યુગ બદલાઈ ગયો છે, જ્યાં જાતિભેદને માન્યતા નથી આપવામાં આવતી કારણ કે, અનેક ક્ષેત્રમાં પુરુષોની પડખે સ્ત્રીઓ જોવા મળે છે. આજે એક પણ એવું કાર્ય ક્ષેત્ર નથી રહ્યું જ્યાં સ્ત્રીઓ ન હોય. આજે આપણે એક એવું મહિલા વિશે વાત કરવાની છે જે વીજ કંપનીમાં કામ કરી રહી છે, એક સ્ત્રીનું જીવન હોય જ એવું કે, અંધકારમાં પ્રકાશની જ્યોત પ્રજ્વલિત કરે. ચાલો ત્યારે જાણીએ કે લેડી સિંઘમ તરીકે ઓળખાતી આ મહિલા કોણ છે!

આ વાત છે,મહારાષ્ટ્રના બીડની રહેવાસી ઉષાની જે એક સમયે રાજ્ય કક્ષાની સ્પોર્ટસ ગર્લ રહી ચુકી છે પરંતુ હવે તે તેનું જીવન બદલાઈ ગયું છે, એક સ્ત્રી જ ત્યાગની મૂર્તિ છે જેના જીવનમાં તે અનેક સમયે બીજાના સુખ ખાતર પોતાના દુઃખ દર્દ ભુલાવી દે છે અને બધું સમર્પણ કરી દે છે. આજે તે પોતાના પરિવારની જવાબદારી ઉઠાવી રહી છે.

આપણે વીજ કર્મીઓને તો જોયા જ છે જે જીવની પરવહા કર્યા વગર કામ કરતા હોય છે અને થાંભલામાં ચડતા હોય છે સીડીઓનાં સહારે. આ યુવતી સૌથી અલગ છે.મહારાષ્ટ્રના બીડમાં કામ કરતી ઉષા જગદલે આ પુરુષ પ્રધાન વ્યવસાયનો અપવાદ છે. વીજ ગ્રાહકોની ફરિયાદોનો અસરકારક રીતે નિરાકરણ કરતી વખતે, તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકડાઉન વખતે પણ લોકોને વીજળી સંબંધિત ફરિયાદો ન થાય તે માટે આ કામ કરશે.જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ઉષા જગદલે પોતાનું કામ ચાલુ રાખવા ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો છે.

એક સમય એવો હતો જ્યારે જીવને તેને તક આપી હતી પરતું તેને ઓફિસ વર્ક ને બદલે ફીલ્ડ વર્ક પસંદ કર્યું. દરેક વ્યક્તિનો ભૂતકાળ હોય છે, 2013 માં, જ્યારે રમતગમત ક્વોટા દ્વારા એમએસઈડીસીએલમાં ટેક્નિશિયનની નોકરી મેળવી ત્યારે તેનું નસીબ ઉલટાયું હતું. બીડમાં સબ-ડિવિઝનમાં પોસ્ટિંગ મેળવ્યા બાદ ઉષા જગદાલને ઓફિસની નોકરી સોંપવામાં આવી હતી, પરંતુ ઉષાએ ઓફિસમાં બેસવાનું નહીં પરંતુ ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કર્યું હતું અ લોકોને અવિરતપણે વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે, અને લોક કલ્યાણનું કાર્ય કરી રહી છે. ત્યારે આ મહિલા દરેક સ્ત્રીઓ માટે પ્રેરણાદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!