Gujarat

કોરોના મૃત્યુ પામેલ લોકોને 4 લાખ રૂપિયાનું વળતર! જાણો આખરે હકિકત શું છે.

જ્યારથી કોરોના વાયરસ ફેલાઈ ગયો છે, ત્યારથી અનેક સરકાર તરફથી સહાય કરવામાં આવી રહી છે, ત્યારે આજે આપણે એક એવી સહાય વિશે જાણ કરીશું જેમાં કોરોના મૃત્યુ પામેલા લોકોને 4 લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે, આખરે હકીકત શું છે. આ યોજના ખરેખર સત્ય છે કે, નહીં.

સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસના કારણે મોત થવાથી સરકાર લગભગ 4 લાખ રૂપિયાનું વળતર આપે છે અને તેનું એક ફોર્મ વાયરલ થઈ રહ્યું છે. તો ચાલો જાણીએ આ વાયરલ દાવાની હકીકત શું છે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર નકલી ફોર્મ વાયરલ થઈ રહ્યું છે,PIB ફેક્ટ ચેક ટીમે પોતાની આ તપાસમાં જાણ્યું કે આ દાવો પૂરી રીતે નકલી છે. તેણે કહ્યું કે રાજ્ય આપત્તિ મોચક નિધિ (SDRF) અંતર્ગત સ્વીકૃત માપદંડોમાં એવું કોઈ પ્રવધાન નથી.

હવે એ વાત સાબિત થઈ ગઇ છે કે આ દાવો નકલી છે તો તેને શેર કરતા તમે બચો અને બીજા કે જે તમારા પર આ દાવો કરતી પોસ્ટ કે આ દાવાનું ફોર્મ મોકલે તો તેને પણ આ હકીકતથી અવગત કરાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!