પેટ્રોલ ના ભાવ વધતા ખેડુત ના દિકરા એ મીની ઈલેકટ્રીક કાર બનાવી ,જોશો તો નવાઈ લાગશે

હાલ પેટ્રોલ અને ડીઝલ ના વધતા ભાવ ને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે સામાન્ય પ્રજા માટે એક મોટી મુસીબત છે ત્યારે જરુરીયાત ત જ આવિષ્કાર ની જનની એવુ કહેવામાં આવે તે સાચુ છે એક આદિવાસી યુવકે ઈલેકટ્રીક કાર બનાવી છે તે જોઈને તમને નવાઈ લાગશે.

આપણે જે યુવક ની વાત કરવા જય રહ્યા છીએ તેનુ નામ અર્જુન ચોરેના છે અને પોતે આદિવાસી સમાજ માથી આવે છે અર્જુન એ દાવો કર્યો હતો કે આ કાર તેવો એ માત્ર 25 હજાર રુપીયા ના ખર્ચે બનાવી છે અને તે બેટરીથી ચાલનારી આ મિની કાર એક વખતે ચાર્જ કરવા પર 40 કિલોમીટર દોડે છે. અને અર્જુન ની વાત કરવામા આવે તો 27 વર્ષીય અર્જુન નંદુરબાદ નગર પરિષદમાં ઇલેક્ટ્રિક ફીટર છે. અર્જુને ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)માંથી ઇલેક્ટ્રિક મેન્ટેનેન્સમાં ડિપ્લોમા કર્યું છે.

અર્જુન ના જણાવ્યા અનુસાર અર્જુને દર મહિને પેટ્રોલ નો ખર્ચ અઢી થી ત્રણ હજાર રુપીયા થતો હતો. અને આ ખર્ચ ને પહોચી વળવા માટે આ કાર તેણે બનાવી હતી. મિની કાર બનાવવા માટે અર્જુનને 144 લિથિયમ બેટરીઝનો ઉપયોગ કર્યો છે. તેમાં રિવર્સ ગિયર, હાઇડ્રોલિક બ્રેક, ઇન્ડિકેટર, હેડલાઇટ સાથે શોક એબ્સોર્બર પણ લાગ્યા છે.

આ કાર બનાવવા માટે અર્જુને ઘણા પાર્ટ કબાડી માથી ખરીદ્યા છે અને જ્યારે પણ આ કાર લઈને રોડ પર નીકળે ત્યારે લોકો તને જોતા જ રહી જાય છે અને અર્જુન પિતા ખેડુત છે અને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં છે

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *