Gujarat

 નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતા 52 લોકોના મોત, જીવ બચાવવા લોકો

ક્યારેક આકસ્મિક બનેલી ઘટનાઓ અનેક દુર્ઘટના ઘટી જતી હોય છે કે,આપણને વિશ્વાસ પણ ન આવે કે એક જ પળમાં આવું કંઈ રીતે બની શકે છે. જ્યારે જ્યારે આગની ઘટના સામે આવે છે ત્યારે 24 એપ્રિલ ન રોજ બનેલી 2019ની એ સૌથી ભયાનાક સુરતની તક્ષશિલાની આગની ઘટના નજરો સામે આવી જાય છે. એ ઘટનામાં અનેક બાળકોના જીવો ગયા હતા ત્યારે હાલમાં જ એક એવી જ ઘટના બાંગ્લાદેશમાં ઘટી અને આ આગ તો તેનાથી વિશાળ હતી.

વાત જાણે એમ છે કે, બાગ્લાદેશના રૂપગંજમાં એક ફેક્ટરીમાં આગ લાગવાને કારણે 52 લોકોનાં મોત થયાં છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં 40 મૃતદેહો મળ્યા છે. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે માત્ર વિચારવાથી જો રૂહ કાંપી ઉઠે તો એ દરમિયાન જે લોકો ફેકટરીમાં હતા એમની શું હાલત રહી હશે.

આગ નો બનાવ ઢાકાની બહાર એક ઔદ્યોગિક શહેર રૂપગંડમાં હાશેમ ફૂડ એન્ડ બેવરેજીસ ફેક્ચરીમાં ગુરુવારે સાંજે 5 વાગે આગ લાગી હતી. શુક્રવાર સવાર સુધી આગ પર કંટ્રોલ મેળવી શકાયો નહોતો. રેસ્ક્યૂ ટીમે ઘણા લોકોને બચાવ્યા છે, પરંતુ હજી સ્પષ્ટ નથી થઈ શક્યું કે કેટલા લોકો ફેક્ટરીમાં ફસાયેલા હતા.હાલમાં તો એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં 25 લોકો ને બાચવવામાં આવ્યા છે. ઈશ્વર કરે જે લોકો ની હાલત ગંભીર છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય અને મૃતકોની આત્માને શાતી અર્પે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!