India

પૃથ્વી પર ત્રાટકશે ભયાનક સૌર તોફાન! બે દિવસ માં થઇ શકે દુર્ઘટના..

કહેવાય છે ને કે, સમયની સાથે કુદરત ક્યારે શું ઘટના સર્જે તે કોઈ નથી જાણી શકતું ! અખિલ બ્રહ્માડની રચના ભગવાને કરી છે ત્યારે ક્યારેય કુદરતી આફત આવે તે નકકી ન કહી શકાય. આમ પણ હાલમાં અનેક એવી ઘટના બની જે કુદરતને આધીન હોય છે. ત્યારે ચાલો આજે આપણે જાણીશું કે એવું તે શું થવાનું જેના લીધે પૃથ્વી પર સંકટ આવશે.

વાત જાણે એમ.છે કે, 1989 ના સૂર્ય વાવાઝોડાને કારણે કેનેડાના ક્વિબેક સિટીમાં 12 કલાક વીજળી ગૂલ થઈ હતી અને લાખો લોકોએ હાલાકી ભોગવી હતી. એ જ રીતે, 1859 માં, સૌથી શક્તિશાળી ભૂમાચુંબિત તોફાન, જેણે યુરોપ અને અમેરિકામાં ટેલિગ્રાફ નેટવર્કને નષ્ટ કર્યું. ત્યારે આ તોફાન

સ્પેસવેધર ડોટ કોમ વેબસાઇટનુસાર,સૂર્યનાવતાવરણમાંથી ઉદ્ભવતા સૌર તોફાનની પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રભુત્વ ધરાવતા અવકાશના ક્ષેત્ર પર નોંધપાત્ર અસર થઈ શકે છે. ઉત્તરીય અથવા દક્ષિણ અક્ષાંશમાં રહેતા લોકો રાત્રે સુંદર ઓરોરાઝ જોવાની અપેક્ષા રાખી શકે છે. ધ્રુવો નજીક આકાશમાં રાત્રે દેખાતી તેજસ્વી પ્રકાશને ઓરોરા કહેવામાં આવે અનેક વર્ષો પછી પાછું આવી રહ્યું છે.

આ સૌર તોફાન રવિવાર અથવા સોમવારે કોઈપણ સમયે પૃથ્વી પર ત્રાટકશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ વાવાઝોડાને કારણે ઉપગ્રહ સંકેતો વિક્ષેપિત થઈ શકે છે. તેની અસર વિમાનની ફ્લાઇટ, રેડિયો સિગ્નલ,સંદેશાવ્યવહાર અને હવામાન પર પણ જોઇ શકાય છે.

યુએસ સ્પેસ એજન્સી નાસાના અંદાજ મુજબ આ પવન 16,09,344 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેની ગતિ વધારે વધારે હોઈ શકે છે. નિષ્ણાંતો કહે છે કે જો મહાન વાવાઝોડું ફરીથી અવકાશમાંથી આવે છે, તો પછી પૃથ્વી પર લગભગ દરેક શહેરની વીજળી ગૂલ થઈ શકે છે.

સૌર વાવાઝોડાને કારણે પૃથ્વીનું બાહ્ય વાતાવરણ ગરમ થઈ શકે છે, જેની સીધી અસર ઉપગ્રહો પર પડી શકે છે. જો કે, ભાગ્યે જ આવું થાય છે કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેની સામે રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે.ઉત્તરીય અથવા દક્ષિણ અક્ષાંશમાં રહેતા લોકો રાત્રે સુંદર ઓરોરાઝ જોવાની અપેક્ષા રાખી શકે છે. ધ્રુવો નજીક આકાશમાં રાત્રે દેખાતી તેજસ્વી પ્રકાશને ઓરોરા કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!