પિતા ને ડૂબતા બચાવવામાં બંન્ને પુત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો! બાપ-દિકરાઓનું ડૂબી જવાને કારણે દુઃખ નિધન..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલના સમયમાં અનેક અઘટિત ઘટનાઓ બનતી હોય છે જેમાં સૌથી વધારે હાલમાં તો ચોમાસાની ઋતુના લીધે પાણીમાં ડૂબી જવાને લીધે કે વીજળી પડાવને લીધે અકાસ્માત સર્જાય છે. ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો કે પિતાનો જીવ બચાવવા જતા પુત્ર એ પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારે ચાલો જાણીએ કે આખરે બનાવ શું હતો.

આ વાત છે, ઉના તાલુકાના મોટા ડેસર ગામની જ્યાં  ર એક વૃદ્ધ પોતાના 2 પુત્રો સાથે ઘેટા બકરાઓને ચરાવવા અને ન્હાવા માટે લઈ ગયા હતા. અને આ જ દરમિયાન  જ્યાં વૃદ્ધ તળાવમાં ડૂબી જતા તેમના બન્ને પુત્રો તળાવમાં કૂદ્યા હતા.કેહવાય છે કે મોત જ્યારે લખ્યું હોય ત્યારે ગમેં તે દ્વારે આવી જાય છે. ઘટનામાં ત્રણેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

ભોપાભાઈ જેઠાભાઈ ગળચર પોતાના 2 પુત્રો પાલાભાઈ  અને ભીમાભાઈ સાથે બપોરના સમયે ઘેટા-બકરા ચરાવવા માટે ગયા હતા. તળાવ કિનારે બેસેલા ભોપાભાઈનો અકસ્માતે પગ લપસતા તેઓ તળાવમાં પડ્યા હતા. જેમને બચાવવા માટે બન્ને પુત્રો એક પછી એક તળાવમાં કૂદી પડ્યા હતા. જોકે, ત્રણેય લોકો ડૂબવા લાગતા તેમણે બચાવવા માટે બૂમરાણ મચાવી હતી.

આ દરમિયાન ત્યાં કોઈ હતું નહીં આ કારણે બહુ મોડું થઈ ગયું પરતું અચનાક એક સ્થાનિક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેનું ધ્યાન પડતા તેણે તા-ત્કાલિક ગામના આગેવાનો અને તંત્રને જાણ કરી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડ સ્થળ પર આવીને ત્રણેયને મૃ-ત અવસ્થામાં બહાર કાઢ્યા હતા.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *