જામનગર ના બે જીગરી યાર નુ એક સાથે મૃત્યુ થયુ, અન્ય મિત્રો એ આપી અનોખી શ્રધાંજલી
રોજબરોજ અવનવા અકસ્તમાતનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર ગઈ કાલે અકસ્તમાત સર્જાતા! બે જીગર જાણ મિત્રોનું નિધન થયું હતું તેમજ ખાસ વાત એ હતી કે આ બંને મિત્રોની અંતિમ યાત્રા ડી.જે સાથે કાઢવામાં આવી હતી.આમ પણ કહેવાય છે ને કે જીવનની અંતિમ ઘડી સૌ માટે દુઃખ દાયક હોય છે પરંતુ આ પરિવારે પોતાના વ્હાલસોયા દીકરાઓની અંતિમ યાત્રા ને યાદગાર બનાવી હતી. આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે.
આ બનાવ કંઈ રીતે બન્યો એ આપને જણાવીએ! વાત જાણે એમ છે કે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરનાં લીંબડી હાઈવે પર પર આજે સવારે ડીવાઈડર સાથે કાર અથડાયા બાદ પલટી જતા કારમાં સવાર બે યુવકોનું ઘટના સ્થળે જ મુત્યુ થયું હતું અને ખાસ અન્ય બે વ્યકિત ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવમાં બે મિત્રો નું મુત્યુ થયું કેમ એક મિત્ર જામનગર નો રહેવાસી હતો અને બીજો
મિત્ર વિદેશ થી પરત આવતો હતો જ્યારે બીજો મિત્ર તેને તેડવા ગયો હતો પરતું તેમને ક્યાં ખબર હતી કે આ તેમના જીવનની અંતિમ પળ બનીને રહેશે.પરિવાર જનોને ખૂબ જ મોટો આઘાત લાગ્યો. ભગવાનને પ્રાર્થના કરીએ એ ઈશ્વર તેમની બંને ની આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે. જ્યારે આ બંને આજેના મૃતદેહ જામનગર લઈ આવ્યામાં આવ્યા ત્યારે બાદ બંને મિત્રોની DJ સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર આજે સવારે પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. કારમાં સવાર બે યુવકોના મોત નિપજ્યા હતા. તોમૃતક કેતન ઓઝાને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે વિનય પંચોલી અપરણિત હતા.ખરેખર ઈશ્વર ક્યારેક એવી ઘટના ઘટે છે કે તેની સામે આપણે પણ કંઈ કરી શકતા નથી.