સોમનાથમાં પાર્વતી મંદિર માટે 30 કરોડનું દાન આપનાર ભીખાભાઈ ધામેલીયા કોણ છે જાણો! આવનાર પેઢી આ અમૂલ્ય દાન થકી યાદ કરતી રહેશે..
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યને અતિ અલૌકિક અને મનમોહક સ્થાન તરીકે વિકસાવા માટે આજ રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે મંદીરના સાનિધ્યમાં નવનિર્મિત સ્થાનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે, ત્યારે હવે સોમનાથ મહાદેવ દર્શનાર્થે આવતા ભાવિ ભક્તોને એક અનેરો જ અનુભવ થશે.વિશ્વમાં સોમનાથ મંદિર વિનાશ પર વિજયનું પ્રતીક છે. આ મંદિરનો અનેક વખત જીર્ણોદ્ધાર થયો છે અને સાતમી પ્રતિકૃતિ આપણી સમક્ષ છે.આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સોમનાથ મંદિરના અધ્યક્ષ સ્થાને રહીને મંદિરનો ખુબ જ વિકાસ કરેલ છે.
શ્રી રામ મંદિર તેમજ ભાલકા તીર્થનું નવનિર્માણ તેમજ યાત્રાળુઓની સુવિધાઓ માટે અતિથિ ગૃહ તેમજ મંદિર શિખરને સુવર્ણ ઘડિત કર્યો છે અને આજ રોજ પ્રવાસીઓની સુવિધા અને આનંદ માટે ‘ સમુદ્ર દર્શન પંથ ‘ નું લોકાપર્ણ કર્યું છે જેની લંબાઈ 1.5 કી.મી છે, જેનાથી મંદિર થી લઇને ત્રિવેણી સંગમ સુધી ભાવિભક્તો સમૃદ્રની સુંદરતાને માણી શકશે અને ખાસ સોમનાથ પ્રદર્શન ગેલરી અને માતો શ્રી અહલ્યાબાઈ દ્વારા નિર્મિત મંદિરને નવનિર્મિત કરવામાં આવ્યું છે, તેમજ ભક્તોની સૌથી વધુ આકર્ષિત કરશે ‘ માતા પાર્વતી ” નું મંદિર જેનો શિલાન્યાસ આજ રોજ કરવામાં આવ્યો છે, ટૂંક સમયમાં સોમનાથ મંદિર વિશ્વ ફલકે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ તમામ વાતોમાં એક વાત ખાસ એ છે કે, આ માતા પાર્વતીમાં મંદિર નો સંકલ્પ ભીખાભાઇ દ્વારા કરાવમાં આવ્યો અને આ મંદિરમાં પોતાનું અમૂલ્ય દાન સુરતના એક હીરા વેપારી એ આપ્યું છે. અને આમ આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેર દાન માટે અમૂલ્ય છે. દરેક વસ્તુઓ નું દાન આપવામાં આવતું હોય છે.જેમાં આ અમૂલ્ય દાન થકી હવે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય મંદિર નિર્માણ થકી શ્રદ્ધાળુઓની આસ્થા ને એક નવતર કેન્દ્ર મળશે.
આપને એ ખાસ જણાવવાનું કે, દાનવીર ભીખાભાઈ ધામેલિયા દ્વારા માતા પાર્વતીના મંદિરના નિર્માણ માટે રૂપિયા 30 કરોડની સેવા આપવામાં આવી છે. આ શિલાન્યાસ વિધિમાં તેમનો પરિવાર ખાસ હાજર રહ્યો હતો. તેમને સોમનાથ મહાદેવ સાથે અતૂટ લગાવ છે. ખાસ વાત એ છે કે સુરતના ડાયમંડ કિંગ ભીખાભાઈની ચર્ચા સૌના મુખ પર હતી. PM મોદી, અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભીખાભાઈ ધામેલિયાની આ સેવા વિશે વાત કરી હતી.
ભગવાન તેમને અઢળક આપ્યું છે અને કહેવાય છે ને કે દેવ દીધેલમાંથી ભગવાન ભાગ અચૂક કાઢવો ત્યારે ખરેખર એ મને આ મંદિરમાં સેવા આપી પુણ્યનું કામ કર્યું છે. આવનાર પેઢી તેમને યાદ કરશે. તેઓને સુરતમાં હીરાની 3 ફેક્ટરી સહિતના બીજા વ્યવસાય સાથે સંકળાયેલા આ ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના સીમરણ ગામનાં છે.
વાત જાણે એમ છે કે વર્ષ 2012 દરમિયાન ભગવાન સોમનાથના દર્શન માટે ભીખાભાઈ પહોંચ્યા હતા. ત્યારે જ પ્રદક્ષિણા સમયે તેમનું ધ્યાન ખંડિત થયેલા ઓટલા પર પડ્યું હતું. બસ આ જ ખંડિત ઓટલાના સ્થાને માતા પાર્વતીનું મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ થયો હતો. જેનું આજે શિલન્યાસ થઈ ચૂક્યો છે. સફેદ મારબલના ઉપયોગ બાદ આશરે સાડા ત્રણ વર્ષમાં મંદિર પૂર્ણ નિર્માણ થશે અને આસ્થાનું અમૂલ્ય સ્થાન બનશે.