સાંથલ ગમન ભુવાજીના આંગણે શ્રી દીપશ્વરી માતા અને ગોગા મહારાજની પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ કવિરાજે પત્ની સાથે આપી હાજરી, જુઓ તસવીરો…
ગુજરાતના લોકપ્રિય કલાકાર એવા ગમન સાથલ ભુવાજીના આંગણે શુભ અવસર આવ્યો છે અને આ પ્રસંગની શોભાવૃદ્ધિ વધારવા માટે સ્વજનો અને લોકપ્રિય કલાકારોને હાજરી આપવામાં આવી છે.
આપણે જાણીએ છે કે, ગમન ભુવાજી માતા દીપાના પરમ ઉપાસક છે અને આજ કારણે હાલમાં તેમના આંગણે શ્રી દીપેશ્વરી માતા અને ગોગા મહારાજની ફોટો પ્રતિષ્ઠા રાખવામાં આવી છે.
આ પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે અનેક કલાકારોએ પણ હાજરી આપી હતી અને તમામ કલાકારોને ગમન ભુવાજીએ આશીર્વાદ રૂપે ભેટ પણ આપી છે. હાલમાં જ કવિરાજ જીગ્નેશ બારોટે પણ પોતાના સોશિયલ મીડિયામાં આ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપીને પૂજા અર્ચના અને યજ્ઞ કરેલ.
આ પ્રસંગે કવિરાજના પત્ની પણ તેમની સાથે જોડમાં બેઠલ હતા અને ગમન ભૂવાજીના પત્ની પણ સાથે જોવા મળ્યા હતા. આ તસવીરો હાલાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગમન ભુવાજીના ઘરે જ છે, જેથી ટૂંક સમયમાં અમે વધુ તસવીરો આપના માટે લઈ આવિશું.
તમને જણાવી દઇએ કે, ગમન ભુવાજીનો જન્મ સાંથલ ગામમાં થયો છે. માટે તે પોતાના નામ પાછળ સાંથલ લગાવે છે.10 ધોરણ પછી ઘરની પરિસ્થિતિના કારણે પિતાના માથે વઘારે બોજ ન આવે એ માટે નોકરી અથવા તો ધંધો કરવાનું વિચાર્યું. આ માટે ગમનનો પરિવાર અમદાવાદ રહેવા આવ્યો.
જ્યાં તેમણે 5 વર્ષ ફાઈનાન્સની ઓફિસમાં અને ડ્રાઈવર તરીકે નોકરી કરી. જેમાં 3 હજાર રૂપિયા મળતા હતા. પરિવારની સ્થિતિ હજુ સ્થિર થઇ જ રહી હતી ત્યાં તેમના પિતાનું નિધન થયું.
આમ આજે તેમને આખા ગુજરાતમાં ગમન ભુવાજી તરીકે ઓળખવામાં આવે છે. તે માતજીની રમેલ માટે ખુબજ જાણીતા છે. ગમન જયારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ત્યારથી જ તેમને માતાજીની રમેલ કરવાનો ખુબજ શોખ હતો. તે બધાથી અલગ પ્રકારની રમેલ કરત હતા માટે લોકોને તેમની રમેલ જોવાનું ખુબજ પસંદ આવતું હતું.
. માટે તે પહેલા ગામે ગામ માતાજીની રમેલ કરવા માટે જતા હતા. તેમને આટલે સુધી પહોંચવા માટે ખુબજ મહેનત કરી છે. ધીરે ધીરે તે આખા ગુજરાતમાં પ્રખ્યાત બની ગયા અને પછી તેમના આલ્બમ સોન્ગ પણ આવવા લાગ્યા. ત્યારથી તેમની ખ્યાતિ વધવા લાગી.
આમ આજે તે મહિને લગભગ ૫ લાખ રૂપિયાની કામની કરતા હશે. તેમની પાસે લાખો રુપિયાની કાર છે અને રહેવા માટે સારું એવું ઘર પણ છે. તેમના ત્રણ બાળકો છે.
જેમાંથી બે દીકરીઓ અને એક દીકરો છે. આજે ગમન સાંથલ ખુબજ સુખીથી પોતાનું જીવન જીવી રહયા છે અને સૌથી પહેલા પોતાની માતા દીપેશ્વરીને યાદ કરીને જ દરેક શુભકાર્ય કરે છે.