રાજકોટના ઠાકોર સાહેબ માધાતાસિંહની આવી તસવીરો તમે ક્યારેય નહીં હોય…
ગુજરાતમાં કાઠિયાવાડ પ્રદેશ અતિ પ્રિય છે, આપણે જાણીએ છે કે, કાઠિયાવાડની મહેમાન ગતિ ખુબ જ વખણાય છે અને એમાં પણ સૌરાષ્ટ્રની ખુમારી અને દાતારી પણ એટલી જ પ્રચલિત છે. આજે અમે આપને ગુજરાતનું રંગીલું શહેર રાજકોટ વિશે જણાવીશું.
તમને જાણીને નવાઈ લાગશે કે, રાજકોટ એક સમયે રાજધાની હતી અને રાજકોટ પર અનેક રાજાઓએ રાજ કર્યું છે. ભારતના ખ્યાતનામ રજવાડાઓમાં રાજકોટના રજવાડુ ખુબ જ ખ્યાતનામ છે, વર્ષ 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજકોટના રાજવી પ્રદ્યુમનસિંહજી હતા. જેમનું 1973માં નિધન થયું.
રાજકોટનો રાજવી પરિવાર આજે પણ હયાત છે અને રાજવી વિરાસત ભોગવીને વૈભવશાળી જીવન જીવી રહ્યાં છે. પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા દેહવિલાપ થતાં રાજવી પરંપરા મુજબ તેમના પુત્ર માંધાતા સિંહ જાડેજા ગાદી પર બિરાજમાન થયા,
રાજકોટ રજવાડાની સ્થાપના રાજવી પરિવારના ઠાકોર સાહેબ વિભાજી અજોજી દ્વારા 1620માં કરવામાં આવી હતી. બ્રિટિશ સરકારે તેને નવ બંદૂકોની સલામી સાથે રજવાડાનો દરજ્જો આપ્યો હતો.
આ નવા કાર્યક્ષેત્રમાં 64 ગામો હતા. 1948 માં, આ રજવાડાએ ભારતીય સંઘ સાથે વિલીનીકરણ સ્વીકાર્યું. 1971 માં, રાજવી પરિવારે પણ તેના વિશેષાધિકારો ગુમાવ્યા પરંતુ રાજવી રિયાસત તેમને વારસામાં મળી. આજે માંધાતસિંહ જાડેજાનો પરિવાર આ રિયાસતને ભોગવી રહ્યા છે.
રાજવી રીતિ રિવાજ પ્રમાણે માંધાતાસિંહ સિંહાસન પર બેઠા, જેના પર તેમના પિતા મનોહરસિંહજી જાડેજા 2018 માં તેમના મૃત્યુ સુધી બેઠા હતા. મનોહર સિંહજી કોંગ્રેસના નેતા હતા અને રાજ્ય સરકારમાં નાણા, યુવા અને આરોગ્ય મંત્રી રહી ચુક્યા છે.
માંધાતાસિંહના પરદાદા લાખાજીરાજનું મહાત્મા ગાંધી સાથે સારું સમીકરણ હતું જ્યારે ગાંધીએ 1880ના દાયકામાં અહીંની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારે તેમના પિતા રાજકોટના નાયબ દિવાન તરીકે નિયુક્ત થયા હતા.