Gujarat

ગીતા બેન રબારી અમેરીકા ના પ્રવાસે ! જુઓ તસવીરો પતિ પૃથ્વી રબારી સાથે કેવી રીતે માણી રહ્યા છે મોજ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ નવરાત્રીના માહોલમાં ગીતા રબારીએ પોતાના સ્વરે સૌ કોઈને દીવાના બનાવી દીધા હતા. ખરેખર હાલમાં ગીતા રબારીનો એક દાયકો છે કારણ કે આજનાં સમયમાં ગુજરાતમાં સૌથી લોકપ્રિય સિંગરની રેસમાં કિંજલ દવે અને ગીતારબારી મોખરે છે. આપણે જાણીએ છે કે, એક સમયે આ બંને સિંગરોનું જીવન ખૂબ જ સામાન્ય હતું પણ આજે ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે.

ગીતા રબારી એ આ નવરાત્રી બાદ હાલમાં અમેરિકાના પ્રવાસ પર ગયેલ છે. જ્યારે પણ ગીતા રબારી સ્ટેજ પર પર્ફોમસ આપે છે, ત્યારે તે માત્ર પોતાના પારંપરિક વસ્ત્રો જ પહેરે છે પણ જ્યારે તે ફરવા જાય છે, ત્યારે ગીતા રબારીનો એક મોર્ડન લુક આપણને જોવા મળે છે. ગીતાબેન રબારીના ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકો છો કે, ગીતાબેન રબારી બોલીવુડની અભિનેત્રીઓની જેમ ખૂબ જ લક્ઝ્યુરિસ લાઈફ સ્ટાઈલ પસંદ કરે છે.

બ્રાન્ડેડ કંપનીના કપડાથી લઈને, ગોગલ્સ, શૂઝ અને બેગનો પણ શોખ ધરાવે છે. આ તમામની કિંમત પણ આંકી જ શકાય એટલી હોય છે. મોટેભાગે ગીતા રબારી પોતાના પતિ પૃથ્વી રબારી સાથે જ વિદેશ પ્રવાસમાં જવાનું પસંદ કરે છે. આપણે જાણીએ છે કે, આ સૌથી સુંદર કપલોની યાદીમાં મોખરે છે. પૃથ્વી રબારી ગીતાબેનનો પડછાયો બનીને જ રહે છે.

જે રીતે પવન જોશી પણ કિંજલ દવેના દરેક વિદેશ પ્રવાસોમાં સાથે હોય છે બસ એવી જ રીતે પૃથ્વી રબારી પણ હંમેશા ગીતા રબારીની સાથે જ હોય છે. હાલમાં તેઓ અમેરિકાના પ્રવાસ પર છે, ત્યારે હાલમાં જ તેમણે સોશીયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે અને આ તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેમના ચાહકોએ પણ બન્નેનાં ખૂબ જ વખાણ કર્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!