Gujarat

ગુજરાત ના આ પોર્ટ પર 33 કરોડ રૂપિયા ની વિદેશી સિગારેટ નો જથ્થો DRIએ ઝડપી લીધો ! આ અગાવ પણ 17 કરોડ…

ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ તેમજ અન્ય નશીલા પ્રદાર્થની હેરફેર વધુ પ્રમાણમાં થઈ રહી છે. ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં જ ગુજરાત ના આ પોર્ટ પર 33 કરોડ રૂપિયા ની વિદેશી સિગારેટ નો  જથ્થો DRIએ ઝડપી લીધો  ! આ અગાવ પણ 17 કરોડનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.  ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,આ સાથે જ કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIની વધુ એક કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ DRIની ટીમે મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. એવું લાગી રહ્યું છે કે,ગુજરાતનું મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ માફિયાઓ માટે અનુકુળ આવી ગયું છે. થોડા સમયથી મુન્દ્રા પોર્ટ પર વિદેશી બ્રાન્ડની સિગારેટનો સિલસિલો જોવા મળી રહ્યો છે.

ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે વિદેશી બ્રાન્ડની સિગારેટનો આશરે રૂ. 33 કરોડ રૂપિયાનો જથ્થો ઝડપયો.   DRI દ્વારા અત્યારે આ જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. DRIઅમદાવાદ દ્નારા 19મી ઑક્ટોબર 2022ના રોજ મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી બ્રાન્ડની સિગારેટ (માન્ચેસ્ટર અને મૅક આઇસ બ્રાન્ડ્સ)નું કન્ટેનર લોડ હતું જે ઝડપી પડાયું છે.

આ જથ્થો રેડીમેડ કપડાના નામે લાવવામાં આવી રહ્યો હતો. આ નાણાકીય વર્ષમાં જપ્તીઓની કુલ કિંમત 135 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. એપ્રિલ 2022માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની કિંમતની ઇ-સિગારેટની બે જપ્તી કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં મુંદ્રા પોર્ટ પરથી રૂ. 17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું બીજું કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું હતું.

મે મહિના પણ ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે કે DRI એ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી રૂ.17 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં શિપિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત ત્રણ લોકોની પણ ધરપકડ પણ થઈ હતી. જેમાં ખૂલ્યું હતું કે 1 એપ્રિલે એક કન્ટેનર જપ્ત કર્યું હતું. જેમાં 84 લાખની વિદેશી સિગારેટની દાણચોરી કરવામાં આવી હતી. 168 મિલિયનનું આ કન્સાઇનમેન્ટ UAEથી મંગાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!