વિચીત્ર કીસ્સો ! લૂંટાયેલી સોનાની ચેન મહિલાને 16 વર્ષ બાદ પરત મળી
વિચીત્ર કીસ્સો ! લૂંટાયેલી સોનાની ચેન મહિલાને 16 વર્ષ બાદ પરત મળી.તમારા ભાગ્યમાં હોય તે કોઈ લઈ શકતું નથી,જ્યારે તમારા ભાગ્યમાં ના હોય તો ક્યારેય મળી નથી શકતું.આજે અમે આપને એક વાત જણાવીશું જેને જાણીને તમને આશ્ચય થશે. ખરેખર આ ઘટના ખૂબ જ ચમત્કારી તો ન કહી શકાય પણ ગજબ જરૂર કહી શકાય છે. વાત જાણે એમ છે કે,નરોડના એક પટેલ પરિવારને તેમની અઢી તોલાની લૂંટાયેલી સોનાની ચેન ૧૬ વર્ષ અને ૪ મહિને પાછી મળી.ખરેખર કહેવાય ને આ ગજબની વાત. એક સત્ય છે કે જો તમારા નસીબ નું મહેનત નું હશે તો તે તમારા ભાગ્યમાં હશે તો પાછું મળી જશે.
આ પરિવારે સોનાની ચેન પાછી મળશે તેવી આશા ખોઇ દીધી હતી. ‘દેર છે પણ અંધેર નથી’ આ કહેવત સાચી ઢરી હોય તેમ આ પરિવારને કોર્ટના માધ્યમથી મૃદ્દામાલ મળી જતા આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે. તા.૨૧-૫-૨૦૦૫ના રોજ પાલડી ખાતે રહેતા મંજુલાબેન મનજીભાઇ પટેલ તેમના ભાઇની દીકરી ચિકલ નરસિંહભાઇ પટેલ સાથે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નિકળ્યા હતા. આ સમયે એકાંતનો લાભ લઇને એક બાઇક પર આવેલા બે યુવાનોએ પાલડી વિકાસ ગૃહ જૈન દેરાસર રોડ પરથી મંજુલાબેનના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવીને ભાગ્યા હતા.
તા. ૧૪-૯-૨૦૨૧ના રોજ મેટ્રોપોલીટીન કોર્ટમાં હાજર થવાનું જણાવાયું હતું. આ અંગે નરસિંહભાઇના જણાવ્યા મુજબ તેઓ કોર્ટમાં પહોંચી ગયા પછી જાણવા મળ્યું કે વર્ષ ૨૦૦૫નો ચેઇન સ્નેચિંગનો કેસ છે લૂંટાયેલો મૃદ્દામાલ પરત આપવા માટે બોલાવવામાં આવ્યા છે.૨૧-૯-૨૦૨૧ના રોજ તેમનો તેમની લૂંટાયેલી સોનાની ચેન આખરે લગડીના રૂપમાં પરત મળી આવી.
નરસિંહભાઇના જણાવ્યા મુજબ આરોપીઓએ ચેઇન લૂંટી કે ચોરીને સોનીને આપતા હતા તેઓ તેને પીગાળીને સોનાની લગડી બનાવી દેતા હતા. આથી તેમને સવા બે તોલાની સોનાની લગડી મૃદ્દામાલના રૂપમાં મળી છે. ૧૬ વર્ષના લાંબા સમય બાદ તેઓને તેમની લૂંટાયેલી સોનાની ચેન પરત મળી જતા આ પરેલ પરિવારમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. બહેન મંજુલાબેનની આંખમાં હરખના આસું આવી ગયા હતા.