UNમાં ઈમરાન ખાનને ભારત ના પ્રથમ સચિવ સ્નેહા દુબે જડબાતોડ જવાબ આપ્યો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી કાશ્મીરની નો મુદ્દો ઉપાડ્યો હતો. પરંતુ પાકિસ્તાન ના પી.એમ ને ફરી વળતો જવાબ ભારત ના પ્રથમ સચિવ સ્નેહા દુબે એ આપ્યો હતો. સ્નેહા દુબે એ એવો જવાબ આપી દીધો હતો કે પાકિસ્તાન ના પી.એમ ની બોલતી બંધ થઈ ગઈ હતી.
સ્નેહા દુબે એ રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને ઈમરાન ખાનને જવાબ આપતાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનાં અભિન્ન અંગ હતાં, છે અને રહેશે. એમાં એ વિસ્તારો પણ સામેલ છે, જે પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં છે. અમે પાકિસ્તાનને ભારતના જે વિસ્તારો પર ગેરકાયદે કબજો કર્યો છે એને તરત ખાલી કરવાનું જણાવીએ છીએ.
સ્નેહા દુબે ના આ વળતા જવાબ બાદ સોસિયલ મીડીયા પર ઘણા છવાઈ ગયા હતા અને લોકો તેના વિશે સર્ચ કરવા લાગ્યા હતા અને સોસિયલ મિડીઆ પર #shnehadubby ટ્રેંડ થવા લાગ્યુ હતુ. સ્નેહા દુબેની જો વાત કરવામા આવે તો 2012નાં મહિલા આઈએફએસ ઓફિસર છે. સ્નેહા દુબેએ પહેલા પ્રયત્નમાં જ યુપીએસસીમાં સફળતા મેળવી હતી. સ્નેહા નુ પ્રાથમીક શિક્ષણ ગોવા મા થયેલું છે અને તેવો ને પહેલા થી જ હરવા ફરવા નો શોખ હતો અને સાથે દેશ સેવા પણ કરવી હતી. સ્નેહા તેમના પરીવાર ની પ્રથમ ઓફીસર છે.
સ્નેહા દુબેને પહેલેથી જ આંતરરાષ્ટ્રીય મુદ્દે ખૂબ રસ હતો, તે વર્ષ 2014માં ભારતીય દૂતાવાસ મેડ્રિડમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી. અમુક વર્ષો પછી તેમની સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનાં પ્રથમ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.