Gujarat

ત્રણ પુત્રો માતા ને રાખવાના વારા રાખ્યા ! અને પુત્રવધૂ દ્વારા માતા ને માર મારતો વિડીઓ વાયરલ થતા પોલીસે માનવતા ભર્યુ કામ કર્યુ.

થોડા દિવસ પહેલા એક વિડીઓ વાયરલ થયો હતો જેમાં ખજુરભાઈ એ એવી અપીલ કરી હતી કે જો કોઈ વૃધ્ધ ને ત્રાસ આપતા કોઈ નજરે ચડે તો અમારો સંપર્ક કરો પરંતુ ગઈ કાલે એક વિડીઓ વાયરલ થયો હતો જેમાં એક પુત્રવધુ દ્વારા વૃધ્ધ સાસુ ને માર મારતા નજરે પડી રહી છે. આ વિડીઓ મા દેખાય છે કે એક મહિલા વૃધ્ધા ને માર મારી રહી છે આ બાબત સુરત પોલીસ ને ધ્યાન મા આવતા સુરત પોલીસે કાર્યવાહી કરી હતી.

એક અહેવાલ મુજબ સુરત ના વરાછા મા એક વૃદ્ધ ને પુત્રવધુ દ્વારા માર મારવામાં આવતો હોવાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે તત્કાલીન ઘટના સ્થળે પહોચી કાર્યવાહી કરી હતી અને વૃધ્ધા ને ત્યા થી મુક્ત કરાવી વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે. આ ઘટના મા પોલીસે માનવતા ભર્યુ કાર્ય કરી ને માનવતા મહેકાવી હતી.

વૃદ્ધ મહિલા કાંતાબેન સોલંકી વરાછા વિસ્તારના કમલાપાર્કમાં રહેતા હતા જો વિગતે વાત કરીએ તો તેમને સંતાનમાં ત્રણ પુત્રો છે. તેઓ પહેલા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા ગામમાં પોતાના વતનમાં જ રહેતા હતા પરંતુ પતિ ના અવસાન બાદ તેમના ત્રણ પુત્રો સાથે વારા ફરતે એક એક મહિનો સુરત મા રહેતા હતા પરંતુ છેલ્લા છ મહિના થી એક જ પુત્ર ના ઘરે રહેતા હતા કારણકે બે પુત્રો માતા ને રાખવાની ના પાડી દીધી હતી. આ વૃધ્ધ મહિલા શારીરીક અને માનસીક રીતે અસ્વસ્થ હોવાથી અમુક કામ કરી શકતા નહોતા આથી તેને બાલ્કની મા જ રાખતા અને માર મારતા જે આ વીડીઓ મા દેખાય રહ્યુ છે.
 

આ ઘટના ની જાણ થતા પોલીસ મદદે પહોંચી હતી અને વૃદ્ધાશ્રમનો સંપર્ક કરી વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં આસરો આપવાની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરતા વૃદ્ધાએ તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની ના પાડતા પોલીસે તેમની પાસે બાંહેધરી લઈ વૃદ્ધાને વૃદ્ધાશ્રમ મોકલી આપ્યા છે હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!