Gujarat

અજણાતા જમીન ખોદતા મળ્યું 34000 વર્ષ જૂનું સોનાનું નગર! જાણો શું મળ્યું અહીંયા.

જો તમને સોનાનું નગર મળી જાય તો? તમે કહેશો કે આ તો શક્ય જ નથી અને આવું માત્ર સપનામાં બની શકે છે. અમે આજે આપને એક એવા શહેર વિશે જણાવીશું જ્યાં સોનાની નગરી મળી! હજુ તો અહિયાનું ખોદ કામ કરવામા આવી રહ્યું છે. આપણે ઇતિહાસમાં નજર કરીએ તો એવા ઘણા નગરો અને ગુફા, મંદિરો ખડેર મળ્યા જ્યાં સોનુ મળી આવ્યું હોય.

હાલમાં જ એપ્રિલ મહિનામાં ઇજિપ્તમાં સોનાનું એક નગર મળી આવ્યું ત્યારે ચાલો પુરી વાત જાણીએ. વાત જાણે એમ છે કે ઇજિપ્તના દક્ષિણના રાજ્ય લગ્ઝરમાં નાઇલ નદીના પશ્ચિમ કાંઠે ઇજિપ્તના સૌથી પ્રખ્યાત રાજા એટલે કે રાજા તૂતનખામેન (તુત)ની કબરની શોધ બાદ મળ્યું છે. જેને પુરાતત્વવિદની સૌથી મોટી ઉપલબ્ધિ હોવાનું કહેવાય છે.

ઇજિપ્તના પુરાતત્ત્વ વિભાગના રાજ્યમંત્રી જહી હાવાસે ફેસબુક પેજ પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. લગભગ 3,400 વર્ષ જૂનું આ શહેર હોવાનું મનાય છે. જે ઇજિપ્તના લગ્ઝર રાજયમાં પ્રખ્યાત કિંગ્સ વેલીની પાસે રેતીમાં દફન કરાયેલું મળી આવ્યું છે. આ તે જ સ્થાન છે જ્યાંથી રાજા તુતની કબર પણ મળી હતી. ચોંકાવનારી વાત એ છેકે આ કબરમાંથી 10 કિલો સોનાથી બનેલા તૂતનખામેનનું મમી પણ મળ્યું છે. આ સાથે તે સમયે આશરે 5 હજાર કિંમતી કલાકૃતિઓ પણ મળી આવી હતી. રસપ્રદ વાત એ છે કે પુરાતત્વવિદ્દો દ્વારા આ શોધ અજાણતાં થઈ છે.

આ શહેરનું નામ એટન હોવાનું કહેવાય છે. જે 18માં રાજવંશના નવમા ફેરો એટલે કે રાજા અમેનોટેપ-3 એ વસાવ્યું હોવાનું પુરાતત્વવિદો જણાવે છે. આ એટન શહેરને વસાવનાર અમેનોટેપ-3 ઈજિપ્તના 18માં રાજવંશના હતા. જે ઈ.સ.પૂર્વ 1391થી ઈ.સ.પૂર્વ 1353 વચ્ચે સત્તામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ શાસનકાળમાં ઈજીપ્તનો સુવર્ણકાળ હોવાનું કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!