રાજભવનના PI જિજ્ઞેશભાઈ લેઉવાને 25 દીવસે કાળ ભરખી ગયો ! ઘરે જન્મ થયેલા દીકરાનો ચેહરો ઓળખે એ પહેલા જ
હાલ રાજ્ય મા અકસ્માત ના બનાવો મા સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરી ને મોટા શહેરો મા હીટ એન્ડ રન ની ઘટના મા ઘણો વધારો થયો છે થોડા દિવસ પહેલા જ ગાંધીનગર મા એક આર્મી મેન ના પુત્ર ને એક બેફામ કાર ચાલકે ટક્કર મારતા મોત થયું હતુ ત્યારે વધુ એક અકસ્માતની ઘટના મા રાજભવનના પીઆઇ નુ 25 દીવસ ની સારવાર બાદ મોત થયા પોલીસ પરિવાર મા દુખનુ મોજુ ફરી વળયું હતુ.
જો આ અંગે વિગતવાર વાત કરવા મા આવે તો દિવ્ય ભાસ્કર ના એક અહેવાલ મુજબ રાજભવનમાં ફરજ બજાવતા અને સેક્ટર 3માં રહેતા જિજ્ઞેશ અમૃતભાઈ લેઉવા 7મીએ સાંજે 5 વાગ્યે જિલ્લા પંચાયત સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ચ રોડ પર અચાનક એક ટુ વ્હીલર એ ટર્ન લેતા બન્ને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા PI જિજ્ઞેશભાઈ ને માથા ના ભાગે ઈજાઓ પહોંચી હતી.
આ ઘટના બાદ PI જિજ્ઞેશભાઈ પોતાનું ટુ વ્હીલર ચલાવી ને ઘરે જતા રહ્યા હતા પરંતુ થોડા સમય બાદ માથા મા એકદમ થી દુખાવો વધી જતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જ્યારે તેમની તબિયત વધારે બગડતા 7મીના રોજ ખાનગી હોસ્પિટલ મા દાખલ કરાયા હતા પરંતુ 25 દીવસ બાદ પણ તબિયત મા સુધારો થયો નહતો અને 31 મી ના રોજ પીઆઈ જિજ્ઞેશભાઈ નુ મોત થયું હતુ.
PI જિજ્ઞેશભાઈ ના ઘરે હજી દોઢ મહીના અગાવ જ દીકરા નો જન્મ થયો હતો જ્યારે હજી તો દીકરાનુ સરખુ મોઢુ પણ ઓળખી શક્યા નહોતા એ પહેલા જ મોત થયું હતુ જ્યારે એક પાંચ વર્ષ ની દીકરીએ પણ પિતા ની છત્રછાયા ગુમાવતા પોલીસ પરિવાર મા દુખ નો નો પહાડ ટુટી પડ્યો હતો જ્યારે આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.