ગુજરાતી સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધન મા બંધાયો ! અક્ષરે જોરદાર ડાન્સ કર્યો…જુઓ વિડીઓ અને તસવીરો કોણ કોણ હાજર

હાલમાં ગુજરાત ભરમાં લગ્નનો માહોલ છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડ અક્ષર પટેલ લગ્નના બંધને બંધાયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અક્ષર પટેલ તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે.

હાલમા સોશ્યલ મીડિયા પર અક્ષર પટેલના લગ્નને લગતા વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે વરઘોડામાં દેખાઇ રહ્યો છે, તો બીજા કેટલાક વીડિયોમાં તે ખુદ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

ખાસ વાત છે કે, આ પહેલા અક્ષર પટેલ અને મેહા પટેલનાં લગ્ન અગાઉ મહેંદી સેરેમનીના પણ કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા.

હાલમાં આ લગ્નને લઈને અક્ષરના ચાહકોમાં પણ ખુશીનો માહોલ છે. ખરેખર આ લગ્ન ખૂબ જ શાનદાર અને ભવ્ય રીતે યોજાયા હતા. હાલમાં ચારોતરફ આ લગ્નને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

ચાલો અમે આપને જણાવીએ કે, આખરે અક્ષર સાથે લગ્ન કરનાર મેહા પટેલ કોણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે,અક્ષર અને મેહા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે.

લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમણે સગાઈ કરી લીધી હતી. ત્યાર પછીથી બંને અનેક વખત રજાઓ સાથે માણતા દેખાયા છે.

આ પહેલા અક્ષર પટેલે અગાઉ પોતાના બર્થ ડે પર 2022ની 20મી જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું. 29 વર્ષીય ભારતીય ક્રિકેટરે એક વર્ષ પહેલા મેહા સાથે સગાઈ કરી હતી.

હવે આખરે બંને લગ્ન કરીને પતિ પત્નીના પવિત્ર પ્રેમ સંબંધે બંધાયા છે. ખરેખર ખરેખર આ ખૂબ જ ખુશીનો અવસર છે અને લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *