વિડીઓ મા એવું તો શુ હતું કે જુનાગઢના રાજભારતી બાપુએ ગોળી મારી આપઘાત કરી લીધો ??

આપણે જાણીએ છે કે, આત્મહત્યાના બનાવો અનેકવાર સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ  જૂનાગઢનાં ઝાંઝરડા ગામના શ્રી ખેતલીયા દાદા આશ્રમનાં સાધુ રાજભારતીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. થોડા દિવસો પહેલા જ સાધુઓના મહિલા સાથેના અશ્લીલ વિડીયો અને ઓડિયો તેમજ દારૂ પીતો વિડીયો વાયરલ થયો હતો અને આ સમગ્ર મામલો બહાર આવતા બાપુ રાજભારતીએ રિવોલ્વર વડે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા ગામમાં શ્રી ખેતલીયા દાદા આશ્રમ મંદિર આવેલું છે. જ્યાં બાપુ રાજભારતી સેવા આપે છે. તેમની મહિલાઓ સાથેનાં પ્રેમલાપની કેટલીક ઓડીયોક્લિપો તેમજ તેઓ દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો ભારે વાયરલ થયો છે.  તેઓ પુરૂષોના નામે સ્ત્રીઓના જુદા જુદા નંબર સેવ કરી વોટ્સઅપ ચેટ કરતા હોવાના સ્ક્રીનશોટ સામે આવ્યાં છે.

બાપુ રાજભારતીને લઈ એક પત્ર પણ વાયરલ થયો છે. જેમાં બાપુ વિધર્મી હોવાના અને તેમને અનેક મહિલાઓ સાથે અનૈતિક સંબંધ હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. કોઈક યુવતિની સાથે રાજભારતી સાધુનો અશ્લીલ ફોટો પણ સામે આવ્યો છે. બનાવને લઈને આશ્રમનાં ભક્તો સહિત લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેતલીયા દાદા આશ્રમમાં બાપુ રાજભારતી અને તેમના સેવકો સ્થળ પર હાજર નથી. એટલું જ નહીં આશ્રમ ખાલીખમ જોવા મળ્યો હતો. આજે સવારથી જ બાપુ રાજભારતી અને તેમના સેવકો આશ્રમ ખાલી કરીને નિકળી ગયા છે.

રાજ ભારતીબાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *