Gujarat

શુ મોરબી પર આવતી આફતો પાછળ એક સ્ત્રી એ આપેલ શ્રાપ જવાબદાર?? જાણો શુ છે લોક વાયકા અને શુ શ્રાપ આપ્યો હતો…

મોરબી શહેરને અનેક વર્ષોથી પાણી સાથે ઘાત છે. 21 વર્ષના સમયગાળામાં ત્રણ વાર મોરબી શહેર તબાહ થયું છે. મોરબી શહેરમાં થનાર આ કાળ પાછળ એક સ્ત્રીનો શ્રાપ છે. આ લોક વાયકા પર અનેક લોકગીતો તેમજ ફિલ્મ પણ બની છે. ગુજરાતી ચલચિત્ર મચ્છુ તારા વહેતા પાણી ફિલ્મમાં આ લોકવાર્તાનું વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આખરે એ સ્ત્રીએ શું શ્રાપ આપ્યો અને ક્યાં કારણે?

43 વર્ષ પહેલા 11મી ઓગસ્ટ 1979માં મચ્છુ નદીની હોનારતે મોરબીને વેરાન કરી દીધુ હતુ. અમેરિકાની સેટેલાઈટ થ્રુ મોરબીમાં જળહોનારતની માહિતી મળી હતી. સમગ્ર વિસ્તારમાં તબાહીનો માહોલ સર્જાયો હતો. વર્ષ 1979માં અહીં ભયાનક પૂર આવ્યું હતું. વરસાદના કારણે મચ્છુ ડેમ તૂટી ગયો હતો. આ પછી મચ્છુના પાણીએ આખા શહેરને પોતાની ગોદમાં લઈ લીધું. જેના કારણે મકાનો ધરાશાયી થયા અને હજારો લોકો પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા અને આ વર્ષે મોરબી પુલ તૂટતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા.

એવું કહેવાય છે કે મોરબીના રાજા જિયાજી જાડેજા એક સ્ત્રી તરફ આકર્ષાયા હતા અને તે સ્ત્રીને તે ગમ્યું ન હતું. પરંતુ રાજા એ મહિલાને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. રાજાથી પરેશાન થઈને સ્ત્રીએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું અને મૃત્યુ પામી. તેણે ડૂબતા પહેલા કહ્યું હતું: સાત પેઢીઓ જશે, પછી ન તો તમારો વંશ રહેશે અને ન તમારું શહેર રહેશે. એવું પણ કહેવાય છે કે આ વાર્તા વિશે ઘણા લોકગીતો પણ રચાયા છે. હવે એવું કહેવાય છે કે આ શ્રાપ પછી રાજાના વંશનો પણ અંત આવ્યો.

જ્યારે આ પુલ 1978 માં પૂર્ણ થયો તે જ વર્ષે જિયાજીના સાતમાના વંશજ મયુરધ્વજ જાડેજા યુરોપમાં કોઈની સાથે લડ્યા અને પોતાનો જીવ ગુમાવ્યો. પછીના વર્ષે શહેરમાં પણ પૂર આવ્યું. જેના કારણે અનેક લોકોના મોત થયા હતા અને અનેક પશુઓ પાણીમાં વહી ગયા હતા. હવે અહીંના લોકો માને છે કે આ શ્રાપને કારણે આવું થાય છે અને આવી આફતો અહીં આવતી રહેશે. આવી કેટલીય લોકવાર્તાઓ છે. લોકોનું કહેવું છે કે, રાજાને કોઈ સ્ત્રી દ્વારા વંશનો અંત લાવવા માટે શ્રાપ આપવામાં આવ્યો હતો.

આવી જ એક વાર્તા સાથે જોડાયેલી એક ફિલ્મ પણ બની છે, જેનું નામ છે મચ્છુ તારા વેહતા પાણી. આ ફિલ્મમાં આ નદીની વાર્તા પણ કહેવામાં આવી છે. મચ્છુ નદીએ એ સદાય લોકોની આંખોમાં આંસુ જ વ્હાવ્યા છે, ખરેખર આ લોક વાયકા એક રીતે સાચી પણ ગણાય કારણ કે મોરબીના લોકોને પાણીની ઘાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!