12 આઇપીએસની બદલી સાથે અમદાવદમાં અતિ સંવેદનશીલ વિસ્તારમાં આ મહિલા ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી….

આપણે જાણીએ છે કે, આજરોજ ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થઈ જશે. હાલમાં ત્યારે ચૂંટણી પહેલા જ અનેક પોલીસ અધિકારીઓની બદલીઓ થઈ છે, ત્યારે એવામાં હાલમાં જ એક સાથે 12 આઇપીએસની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં 12 આઇપીએસ આધિકારીની કરવામાં આવી હતી. અમદાવાદમાં મહત્વના ગણાતા ઝોન ફોર જેમાં દરીયાપુર, નરોડા, મેઘાણીનગર અને સરદારનગર જેવા વિસ્તારમાં આવે છે તેમાં કાનન દેસાઈને નિમણૂક આપવામાં આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાંથી પણ ડીસીપીની બદલી કરાવાતા આ જવાબદારી એક મહિલા અધિકારીને સોંપવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કંટ્રોલ જેની પાસે અમદાવાદ શહેરના તમામ મહત્વના મેસેજ પહોંચતા હોય તે કંટ્રોલરૂમની જવાબદારી પણ એક મહિલા અધિકારીને સોંપવામાં આવી છે. જે ચૂંટણી દરમિયાન મહત્વની નિમણૂક ગણવામાં આવે છેઅતિ સંવેદનશીલ કહેવાતા વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન નિમણૂક થતાં તેમની સામે ચેલેન્જ છે. પરંતુ તેમણે અગાઉ આસારામ કેસમાં ઘણા ઉતારો ચઢાવ જોયા હતા. તેના કારણે તેમના પર આ જવાબદારી આપવામાં આવી હોય તેવું માનવામાં આવે છે.. કાનન દેસાઈ આસારામ કેસમાં SITમાં પણ સામેલ હતા. તેમને અમદાવાદ શહેરમાં અનેક વિસ્તરમાં સ્પા અને અનૈતિક ધંધા બંધ કરાવ્યા હતાં

. હાલ જે જગ્યાએ પોસ્ટિંગ મળ્યું છે તે વિસ્તારમાં અતિ સંવેદનશીલ વિસ્તાર છે. જે કાનન દેસાઈ માટે ચેલેન્જ છે.અમદાવાદ શહેરમાં એક સમયે પાંચથી વધુ મહિલા અધિકારી હતાં. તેમાં પણ સરકાર દ્વારા આ વખતે અમદાવાદ શહેરની મહત્વની જવાબદારી મહિલા અઘિકારીને સોંપવામાં આવી છે.બીજા અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં કોમલ વ્યાસને જવાબદારી સોંપવામાં આવી છે. કોમલ વ્યાસની અમદાવાદ કંટ્રોલ રૂમમાં ચૂંટણી સમયે મહત્વની શહેરની સ્થિતિ જાળવી રાખવા માટે અને તરત સૂચના પાસ કરવાની જવાબદારી છે. આ જવાબદારી સોંપવામાં આવી છે, તેની સાથે ચૂંટણી સમય

જો કોઈ આકસ્મિક સ્થિતિ સર્જાય તો શહેરની મોનિટરિંગની અને તત્કાલ સ્થિતિ જાણવી અને એક્શન લેવડાવવા જરૂરી છે. તેમાં પણ પશ્ચિમ વિસ્તારમાં એટલે કે ઝોન-1માં ઇમાનદાર અને કડક છબી ધરાવતા લવિના સિંહાની નિમણૂક બાદ લો એન્ડ ઓર્ડરમાં ખૂબ બદલાવ આવ્યો છે. તેમજ તેમના તાબા હેઠળના પોલીસ કર્મચારીઓ અને સ્ટાફ પણ ડિસિપ્લિનમાં જોવા મળે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *