Entertainment

ગુજરાતનાં આઠ નગરોની કંઇ કંઈ વાનગીઓ ગુજરાત માં લોકપ્રિય છે જાણો!

આપણે સૌ કોઈ ગુજરાતીઓ ગરબા અનેતેનીખાણીપીણીનાં લીધે ખૂબ જ વખણાય છે, ત્યારે ખરેખર એ વાતનું આપણને ગૌરવ હોવું જોઈએ.આમ પણ આપણે થેપલા, ખમણ, ફાફડા ગાંઠિયા નાં લીધે તો જગત ભરમા લોકપ્રિય છે પરંતુ આજે આપણે ગુજરાતનાં આઠ મહાનગરોની કંઈ કંઈ વાનગીઓ લોકપ્રિય છે તે જાણીશું એટલે જ્યારે તમે ફરવા જાઓ ત્યારે આ શહેરના જઈને આ વાનગીઓનો સ્વાદ માણી શકો છો.

ગુજરાતનું ધકબતું હ્દય એટલે અમદાવાદઃ અહીંયા ખાવા પીવાનાં  અનેક લોકો શોખીન છે ત્યારે અહીંય લાલદરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલના મસ્કા બનફેમસ છે. જ્યારે ભજિયા સાબરમતી જેલ અને રાયપુર હાઉસના જાણીતા છે. જ્યારે દાળવડા માટે ગુજરાત કોલેજ પાસે આવેલ ગુજરાતના દાળવડા પ્રખ્યાત છે.

રંગીલું શહેર એટલે રાજકોટ જ્યાં અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અહીંયા ચા માટે રાજકોટમાં જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા ખુબ જ જાણીતા છે. પેંડા માટે રાજકોટમાં ભગતના પેંડા તથા જય સિયારામના પેંડા ખુબ જ જાણીતા છે. અહીંયા ગોર્ધનભાઈનો ચેવડો અને ચટણી લોકપ્રિય છે.

વડોદરા એટલે સંસ્કારી નગરી જ્યાં જગદિશનો ચેવડો વડોદરામાં ખુબ જ જાણીતો છે. આ સાથે જ કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા તથા મંગળબજારમાં પ્યારેલાલની કચોરી લોકોને અતિપ્રિય છે.

સુરત : સુરત ની ધારી ખૂબ જ ફેન્સ છે અનેસાલમપાક સુરતમાં પ્રખ્યાત છે. આ સાથે જ ગાંડાકાકાના ફાફડા ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા તથા ટેક્સટાઇલ માર્કેટ પાસે પહેલવાનાના છોલે ભટુરે સુરતીલાલાઓમાં ખુબ જ જાણીતા છે. 

જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા, જગદિશનો ફાલુદા, ગીતાનો આઇસ્ક્રીમ, જવાહરના પાન, ગીજુભાઈની ભેળપૂરી, ડાયફ્રુટની કચોરી જામનગર સહિત આસપાસના વિસ્તારમાં પ્રખ્યાત છે.

જુનાગઢ : રોકડીયાના ભજીયા ખૂબ જ વખણાય છે તેંમજ મોર્ડનની તથા ચામુંડાની મેંગો લસ્સી, બાપુના ભજિયા, સાગરના બટર પફ, જનતાની ભેળ લોકોમાં અતિ પ્રખ્યાત છેમહેસાણા: આખા ઉત્તર ગુજરાત સહિત આજુબાજુના વિસ્તારમાં મહેસાણા હાઈવે પર આવેલી સહયોગ ડેરીના પેંડા વખણાય છે

ભાવનગર : આ શહેરમાં ભગવતીનું સેવ-ઉસળ, શેઠ બ્રધર્સનો છાશનો મસાલો વખણાય છે. જ્યારે ગાંઠિયાની જો વાત કરીએ તો દાસ અને જીવનભાઇના ગાંઠિયા અહીંના લોકોને ખૂબ ભાવે છે. હવે જ્યારે પણ ગુજરાતનાં આ આઠ મહાનગરમાં જાઓ ત્યારે આ વસ્તુઓ જરૂર ખાજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!