ફરી લોક ડાઉન???? કેસ વધતા આ રાજ્ય એ લીધો નિર્ણય તારીખ 17

દેશ ના અલગ અલગ રાજ્યો મા કોરોના નુ સંક્રમણ લગભગ ઘટતુ નજરે પડી રહ્યુ હતુ ખાસ કરી ને ગુજરાત મા કોરોના ના કેસ સાવ ઓછા આવવા લાગ્યા છે પરંતુ દેશ ના અન્ય રાજ્યો મા હજી બીજી લહેર નો અંત નથી આવ્યો અને જીકા વાયરસના કેસ વધવાના ચાલુ છે. ત્યારે કેરળ મા કોરોના અને જીકા વાયરસના વધતા ખતરાને જોતા 17થી 18 જુલાઈએ સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યુ છે.

કેરળમાં કોરોનાની સાથે જીકા વાયરસના દર્દી પણ વધ્યા છે. આ બાબત ને જોતા તંત્ર સતર્ક બન્યુ છે અને બેંકમાં હવે ફક્ત 5 દિવસ સુધી કામકાજની પરવાનગી આપવામાં આવી છે જેની સાથે સંપૂર્ણ લોકડાઉન દરમિયાન તમામ બેંકોને 2 દિવસ બંધ રાખવાના આદેશ જારી કર્યા છે.  જો ઝીકા વાયરસ ના કેસો ની વાત કરવામા આવે તો જીકા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 18 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જે ત્રણ મામલા સામે આવ્યા છે તેમાં એક બાળક પણ સામેલ છે.

કેરળ મા કોરોના કેસ ની સંખ્યા મા પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અને કુલ કેસો ની સંખ્યા પર નજર નાખીએ તો 30, 87, 673 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાંક મા 124 લોકો ના મૃત્યુ થયા છે. અને કુલ મૃતકો ની સંખ્યા વધીને 14, 810 થઈ ગઈ છે. અને કુલ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 29, 57, 201 થયા છે. રાજ્યમાં 1, 15, 174 દર્દીની સારવાર ચાલી રહી છે

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *