સુરત મા અસામાજીક તત્વો બેફામ ! પેટ્રોલ પંપ સળગાવવા જુઓ શુ કર્યુ…

સૂરત શહેરમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક યુવકે પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયત્ન કર્યો અને આ ઘટના સી.સી.ટી.વી ફુટેજમાં કેદ થયેલ છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના મગદલ્લા રોડ પર સોમેશ્વર ખાતે એક યુવકે પેટ્રોલ છાંટીને પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ ભરાવવા આવેલા યુવકે નોઝલથી પેટ્રોલ છાંટીને પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનામાં પેટ્રોલ પંપના કર્મચારીને પિસ્તોલ જેવું હથિયાર બતાવી માર મારવામાં આવ્યો હતો તેમજ આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટનાને લઈને સુરતની વેસુ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે તપાસ દ્વારા જાણવા માલુમ પડ્યું હતું કે, મગદલ્લા રોડ પર સોમેશ્વર કોમ્પ્લેક્સ પાસે આવેલા પેટ્રોલ પંપ પર એક યુવકે પેટ્રોલ પંપના કર્મચારી સાથે પેટ્રોલ ભરવાની બાબત પર ઝઘડો કર્યો હતો.

બાદમાં પેટ્રોલ પંપના કર્મચારીને માર મારીને પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ પંપના પેટ્રોલ ભરવાના નોઝલથી પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ઢોળ્યું હતું. પેટ્રોલ પંપને સળગાવી દેવાની ધમકી આપીને પંપને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.CCTVમાં સ્પષ્ટપણે દેખાઈ છે કે એક યુવક પેટ્રોલ પંપના કર્મચારી સાથે ઝઘડો કર્યાં બાદ પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

પેટ્રોલ ભરવાના નોઝલથી જ પેટ્રોલ પંપમાં પેટ્રોલ છાંટીને યુવક પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. નશાની હાલતમાં આ યુવક હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. નશાની હાલતમાં યુવક દ્વારા પેટ્રોલ પંપના કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં કર્મચારીને પિસ્તોલ જેવું હથિયાર બતાવી તેના વડે માર્યો હતો.પોલીસે CCTVમાં દેખાઈ રહેલા અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *