Gujarat

ભારત નુ એકમાત્ર એવુ મતદાન મથક કે જ્યા એક જ મતદાર છે ! જે ગુજરાત મા આ જગ્યા પર આવેલું અને મતદાર વિશે જાણી…

આપણે જાણીએ છે કે, હાલમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટીઓ મતદાતાઓના મત મેળવવા લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે આજે આપણે ગુજરાતનાં એક એવા ગામ વિશે જાણીશું કે જ્યાં માત્ર એક જ મતદાતા છે અને તેમના માટે એક અલગ જ મતદાન મથક ઉભું કરવામાં આવે છે. આપણે જાણીએ છે કે, ઉમેદવાર માટે એક મત પણ ખૂબ જ કિંમતી હોય છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં આવતા બાણેજ ખાતે મહંત પોતાનો મત આપી શકે તે માટે તંત્ર દ્વારા બાણેજમાં મતદાન મથક ઉભુ કરવામાં આવે છે અને સૌથી ખાસ વાત એ કે માત્ર એક મતદાતા હોવા છતાં પણ અહીંયા અન્ય મતદાન મથકોમાં સ્ટાફ હોય છે તેટલો જ સ્ટાફ અહીં ફાળવવામાં આવશે.

વાત જાણે એમ છે કે, મહંત ભરતદાસજી મહારાજ પહેલાં 20 કિમી જેટલું અંતર કાપી બાણેજ ગામમાં મતદાન કરવા માટે જતા હતા.ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ કોઈ મતદારનું મતદાન મથક 1કિમી થી વધારે દૂર હોવું ન જોઈએ ત્યારે 2009ની લોકસભાની ચૂંટણી થી પ્રથમ વખત એક મતદાર માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક ઉભુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ચુંટણીમાં બાણેજ ગીરના મહંત ભરતદાસજી બાપુ દ્વારા મતદાન કરવામાં આવતું હતું. અહીં 100 ટકા મતદાન થતુ હોય છે, 3 વર્ષ પૂર્વે મહંત ભરતદાસજી બાપુનું નિધન થતાં હરિદાસ ગુરુ દર્શનદાસ ઉદાસીનબાપુ મહંત તરીકે છે,ત્યારે ચૂંટણી પંચ દ્વારા બાણેજ ખાતે વનવિભાગ ના ક્વાર્ટર માં મતદાન મથક ઉભુ કરવામાં આવે છે, જેમાં મતદાન મથક માં 1 પ્રિસાઈડિંગ ઓફિસર,2 પોલિંગ એજન્ટ,1 પટાવાળો,2 પોલીસ તેમજ 1 સીઆરપીએફ મળી કુલ 7 વ્યક્તિનો સ્ટાફ બાણેજ ખાતે ફાળવવામાં આવશે.

બાણેજના એકમાત્ર મતદાતાનું બહુમાન ભોગવતા મહંત હરિદાસ ગુરુ દર્શનદાસ ઉદાસીએ જણાવ્યું હતું કે, ગામમાં મારો એક મત હોય માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી કામગીરીથી હું સન્માનની લાગણી અનુભવું છું.દેશની લોકશાહી માટે આ ગૌરવની વાત છે અને હું મારો મત જંગલ વચ્ચે આપુ છું. તેમ સમગ્ર ભારત દેશમાં તમામ મતદારો મત આપે અને દરેક ચૂઠણીમાં વધુમાં વધુ મતદાન થાય તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!