ગુજરાત ની ધૃજાવી દે તેવી ઘટના ! મિત્રે મિત્રની ગળા પર છરી મારી હત્યા કરી..કારણ

ગુજરાતમાં દિવસેને દિવસે અનેક હત્યાના બનાવો બને છે, ત્યારે હાલમાં જ ગુજરાતન લોકોને ધૃજાવી દે તેવી ઘટના બની ગઈ છે. વાત જાણે એમ છે કે, મિત્રે મિત્રની ગળા પર છરી મારી હત્યા કરી નાંખી. કહેવાય છે ને કે દરેકના જીવન એક મિત્ર તો હોય છે જે દરેક સુખ અને દુઃખમાં સાથ આપતો હોય છે પરંતુ જ્યારે એક સ્ત્રી સાથેનો સબંધ વચ્ચે આવે ત્યારે મિત્રતા પણ તૂટી જાય છે.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.બાવળામાં તળપદવાસમાં રહેતાં મનીષ હર્ષદભાઇ ઠાકોર સાંજના સાડા 4 વાગ્યે માર્કેટયાર્ડ સામે દેવ આર્કેડ કોમ્પલેક્ષમાં આવેલી અશ્વિન પારેખની એન્ટીક હેર આર્ટની દુકાને ગયો હતા અને આ દરમિયાન જ અશ્વિનભાઈ 1ની દાઢી બનાવતા હતા. તે વખતે દુકાનમાં તળપદવાસમાં રહેતો ગોવિંદભાઈ બાબુભાઈ ઠાકોર હાથમાં છરી લઈને આવી અચાનક મનીષને છરીના આડેધડ ઘા મારવા લાગ્યો હતો.

અશ્વિનભાઈ જોઈ જતાં છોડાવવા જતા તેને કહ્યું કે વચ્ચે ના આવતો નહી તો તને પણ પતાવી દઈશ. તેવી ધમકી આપતાં તે ગભરાઈ ગયો હતો.મનીષને હોઠ, ગરદન, છાતી, પેટ, બંન્ને હાથે તથા માથાના પાછળના ભાગે છરીનાં ધા માર્યા હોવાથી તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હોવાથી તેને અશ્વિનભાઇ અને બીજા માણસો રિક્ષામાં બાજુમાં આવેલી ખાનગી હોસ્પીટલમાં લઈ ગયાં હતા પરંતુ હાલત ખરાબ હોવાથી અમદાવાદ શેલ્બી હોસ્પીટલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો હતો પરંતુ તેને વધુ સારવાર મળે તેનું મોત થવા પામ્યું હતું

આ હત્યા પાછળનું એક માત્ર કારણ એ હતું કે, આરોપી ગોવિંદે બે-અઢી મહિના અગાઉ પત્નીના મોબાઈલમાં મિત્રનો મેસેજ જોયો હોવાથી બંને વચ્ચે આડા સંબંધ હોવાની શંકા ઘર કરી ગઈ હતી અને આજ કારણે પોતાના મિત્રની હત્યા કરી.ખાસ વાત એ છે કે,આરોપી ગોવિંદ ઠાકોર મનિષની હત્યા કરી જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતાં તેની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *