Gujarat

આ વર્ષે નોંધાયેલ જુના વાહનોને જશે ભંગારમાં! ગુજરાત સરકાર લાવશે પોલિસી..

હાલમાં સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે એક મહત્વની વાત સામે આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાના બજેટ સત્ર દરમિયાન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે આ પોલિસી કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સ્ક્રેપ પોલિસી અંતર્ગત કેન્દ્ર સરકાર સમગ્ર દેશના રસ્તા પરથી જૂના વાહનોને હટાવવા માટેના પ્રયાસ કરી રહી છે. એક અંદાજ અનુસાર દેશમાં 2 કરોડ કરતા પણ જૂના વાહનો રસ્તા પર દોડી રહ્યા છે. આ બાબતે પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિન ચૌબેએ લોકસભામાં વિસ્તૃત માહિતી આપી હતી.

પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિન ચૌબેએ આપેલી માહિતી અનુસાર દેશમાં 2.14 કરોડ વાહનો 20 વર્ષથી જૂના છે. કર્ણાટકમાં 39.48 લાખ, દિલ્હીમાં 36.14 લાખ, ઉત્તર પ્રદેશમાં 26.20 લાખ, કેરળમાં 20.67 લાખ, તામિલનાડુમાં 15.99 લાખ અને પંજાબમાં 15.32 લાખ વાહનો 20 વર્ષ કરતા જૂના છે. કેન્દ્ર સરકાર દ્વાર સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવ્યા બાદ નવા નિયમો જાહેરાત થયા બાદ મહદઅંશે તેના સુધારા-વધારા કરીને ગુજરાતમાં પણ આ પોલિસી લાગુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર 15 વર્ષ જૂના વાહન હટાવવા માટે પણ સરકાર એક સ્ક્રેપ પોલિસી લાવી રહી છે. આ પોલિસીમાં વાહનોના રી-રજીસ્ટ્રેશન પર અનેક ગણો ટેક્સ લેવાનો પ્રસ્તાવ છે. આવા વાહન ચલાવવા માટે દર વર્ષે ફીટનેશ સર્ટીફીકેટ લેવું જરૂરી છે. આવા વાહનોની રજીસ્ટ્રેશન ફી વધારીને બેથી ત્રણ ગણી કરવામાં આવી છે. જેથી ગ્રાહકો નવા વાહનો ખરીદવા તરફ આકર્ષિત થાય.

સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જૂના વાહનો સ્ક્રેપમાં જવાથી પર્યાવરણમાં પ્રદુષણ પણ ઘટી જશે. ગુજરાત સરકાર પણ 20 વર્ષ થયેલા વાહનોને સ્ક્રેપ કરવાની વિચારણા કરી રહી છે. ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને વિધાનસભાના મેજ પર રજૂ કરશે. રાજ્યમાં 2005 પહેલા રજીસ્ટ્રેશન થયેલા વાહનોની વિગત નીચે પ્રમાણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!