ગુજરાત પોલીસના વખાણ કરો એટલા ઓછા ! દિલ્હીમાં બેસેલા ચોરને ત્યાં જઈને એવી રીતે દબોચ્યો કે તમે ફિલ્મી સ્ટોરીને ભૂલી જશો…
તમે ફિલ્મો તથા ટીવી સિરિયલો જોતા જ હશો જેમાં તમને બતાવામાં આવે છે કે ઘણી ચાલાકીથી પોલીસ સાદું વેશ ધારણ કરીને અથવા તો બીજું કોઈ રૂપ ધારણ કરીને ગુનેગારને પકડી લેતી હોય છે પરંતુ હાલ આઓ જ કિસ્સો અસલ જીવનમાં પણ બન્યો છે જે આપણી ગુજરાત પોલીસે કરી બતાવ્યો છે. ગુજરાત પોલીસે ઘણા એવા કાર્ય કર્યા છે જેને આજે પણ યાદ કરીએ તો આપણા મોઢામાંથી વાહ વાહ જ નીકળી જાય, તો ચાલો આ પૂરો મામલો શું છે તે અંગે તમને જણાવી દઈએ.
તમને જણાવી દઈએ કે સુરત શહેરના અલથાણા કેનાલ રોડ પર આવેલ ઠાકોર પાર્ક સોસાયટીનો આ બનાવ છે જ્યા જગદીશભાઈ સુખાભાઈ આહીર(ઉ.વ.56) ના ઘરે 28 જુલાઈના રોજ લાખોની ચોરી થઇ હતી, તપાસ અનુસાર અનુસાર સામે આવ્યું હતું કે ચોરે મકાનના પાછળના ભાગમાં આવેલ આંબાની વાડી માંથી લોખંડની બારીની ગ્રીલ તોડીને ઘરની અંદર ઘુસ્યા હતા જે બાદ તેઓએ કબાટમાંથી 183 ગ્રામના સોનાના ઘરેણાં તથા 5.50 લાખ રૂપિયા રોકડ ચોરીને જતા રહ્યા હતા.
સોનાના ઘરેણાં સહિત 5.50 લાખ રૂપિયા રોકડા એમ કુલ ચોર 11.36 લાખ રૂપિયા પર હાથ સફાયો કરી નાસી છૂટ્યા હતા, એવામાં આ ઘટનાને લઈને જગદીશભાઈ આહીરે શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી જે બાદ પોલીસે આ ચોરીને લઈને તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં જોવામાં આવ્યું હતું કે પાંચથી છ શખ્સો દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું.
તપાસમાં એમ પણ ખુલાસો થયો હતો કે આ ચોર ટુકડી દિવસે ફુગ્ગા તથા રમોકળા વેચવાનું કામ કરીને સોસાયટી પર નજર રાખતી અને પછી પ્લાન બનાવીને કોઈ એક ઘર પર હાથફેરો કરવા માટે જતી, એવામાં પોલીસને બાતમી મળી હતી કે જગદીશભાઈ આહિરના ઘરે ચોરી કરનાર ચોર દિલ્હીમાં હોવાની જાણ થતા ઇન્સ્પેકટર ધૂળિયાએ એએસઆઈ યોગેશ સાહેબરાવ,રામશી રત્નાભાઇ,બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા મનુભાઈની આમ પોલીસ ટીમને દિલ્હી મેકલી હતી.
જ્યા દિલ્હીમાં ખજૂરી વિસ્તારમાં આરોપી હોવાની જાણ થતા અહીં તપાસ કરવામાં આવી પરંતુ તે વિસ્તારમાં રમોકડા તથા ફુગ્ગા વેચનારની ખુબ મોટી વસ્તી રહેતી હતી જેથી આરોપીને ઓળખવા મુશ્કેલ હતા આથી પોલીસ ટીમે પણ ફુગ્ગા તથા રમોકડા વેચનારનો વેશ ધારણ કરીને આ ચોરોને પોતાની ઝપેટમાં લઇ લીધા હતા.ચોરનું નામ અભય હોવાનું સામે આવ્યું છે જે મૂળ મધ્યપ્રદેશનો છે પરંતુ દેશમાં મોટા શહેરોમાં રમોકડા લઈને ફેરી મારે છે અને મોકો મળતા હાથ સફાયો કરે છે. ખરેખર સલામ છે આપણી ગુજરાત પોલીસને.