ચોંકાવનાર તબીબી કિસ્સો!6 મહિના સુધી વ્યક્તિના પેટમાં એવી વસ્તુ પળી રહી કે, એક્સ-રે જોઈને ડોક્ટરના પગતળે જમીન સરકી ગઈ. જાણો પુરી ઘટના…
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનાર તબીબી કિસ્સો સામે આવ્યો છે, વાત જાણે એમ છે કે, એક અજીબોગરીબ ઘટનામાં, મિસરમાં એક વ્યક્તિએ 6 મહિના પહેલા એક આખો મોબાઇલ ફોન ગળી લીધો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ડૉક્ટર પાસે જવાનું ટાળ્યું કારણ કે તે મેડિકલ હેલ્પ લેવામાં શરમ અનુભવી રહ્યો હતો.
.જ્યારે વ્યક્તિને પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો, અને તેણે ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું. જ્યારે ડૉક્ટરોએ તેના પેટનું એક્સ-રે કર્યું, ત્યારે તેમને તેના પેટમાં એક આખો ફોન દેખાયો. એક્સ-રે જોઈને ડૉક્ટરોને ચોંકી જવાનું થયું. આ પછી, ડૉક્ટરોએ આંતરડા અને પેટમાં ચેપ સહિત અનેક જીવલેણ ચેપ થવાની સંભાવનાને જોતાં તરત જ ઓપરેશન કર્યું.
ડોક્ટર પણ અચરજ પામી ગયા કારણ કે, પહેલીવાર એવો કેસ જોયો છે જ્યાં એક વ્યક્તિએ આખો મોબાઇલ ફોન ગળી ગયો હોય, અસ્વાન યુનિવર્સિટી હોસ્પિટલ્સના કાર્યકારી નિદેશક ડૉ. અશરફ મબાદે કહ્યું કે છ મહિના પહેલા જે ડિવાઇસને દર્દીએ ગળી હતી તેનો ઉપયોગ કર્યો. વ્યક્તિની સ્વાસ્થ્ય સ્થિતિ વિશે કોઈ અપડેટ નથી, પરંતુ ડૉક્ટરો માને છે કે તેના સંપૂર્ણપણે સાજા થવાની આશા છે. ખરેખર આ બનાવ ખુબ જ ચોંકાવનાર છે.
આપણે જાણીએ છે કે અનેકવાર નાના બાળકો વસ્તુઓ ગળી જતા હોય છે પરંતુ આ વ્યક્તિ પોતે મોબાઈલફોન ગળી ગયો હોવા છતાં શરમના લીધે સારવાર ના કરાવી. આ ઘટના ખરેખર ચેતવણી સમાન છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.