સાહિત્યકાર યોગેન્દ્ર વ્યાસ અને તેની પત્ની એ સાથે આપઘાત કર્યો ! સ્યુસાઈડ નોટ મા જણાવ્યું આ કારણ
ખરેખર આપઘાત હવે એવી ઘટના બની ગઈ છે કે, જીવન ના જીવવા માટે માત્ર એક જ રસ્તો છે કે, આત્મહત્યા કરી લેવી. આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. હાલમાં જ એક એવા દંપતી એ આત્મહત્યા કરી જેમને પોતાનું જીવન સદાય લોકોને જ્ઞાન પીરસ્યું હશે. પણ કહેવાય છે ને કે, જ્યારે વ્યક્તિ પોતાના જીવન થી કંટાળી જાય છે, ત્યારેઆવું પગલું ભરે છે. આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે અને ચોંકાવનાર પણ કારણ કે સાહિત્ય જગતમાં શોકમય વાતાવરણ છવાઇ ગયું છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદના પ્રોફેસર અને તેમનાં પત્નીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી અને આત્મહત્યા નું કારણ નાત્ર એ હતું કે, તેમને કીડનીની બીમારી હતી, જ્યારે પત્નીને કેન્સરની બીમારી હતી. બંને એ સાથે મળીને જીવન નો અંત કરવાનો નિર્ણય લીધો અને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આવી ઘટના જો કોઈ લોકપ્રિય વ્યક્તિ કરે ત્યારે આશ્ચય જનક કહેવાય.
પોલીસ આ ઘટનાની તપાસ કરી અને પોલીસને એક સુસાઈડ નોટ મળી છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેઓ યોગ અને પ્રાણાયામ કરતાં પણ બીમારીમાં કોઈ રાહત ન મળતાં તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે. ખરેખર આવું પગલું ન ભરવું જોઈએ. જીવમમાં મુશ્કેલીઓ સામે લડવું અને પરિસ્થિતિઓનો સ્વીકાર કરવો ખૂબ જ જરૂરી છે. આ ઘટના પરથી શીખ લેવા જેવી છે.
એક સમયે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલાં કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતા હતા. જ્યારે અંજનાબેન હાઉસ વાઈફ હતાં અને તેમને કેન્સર હતું.ચોંકાવનારી વાત તો એ છે કે મૃતક સિનિયર સિટિઝન દંપતીનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અને અમદાવાદમાં ક્લિનિક પણ ચલાવી રહ્યો છે. હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધીને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.
6 ઓક્ટોબર 1940ના રોજ અમદાવાદમાં જન્મેલા ડૉ. યોગેન્દ્ર વ્યાસ માત્ર 22 વર્ષની ઉંમરે સુરેન્દ્રનગરની મહિલા કોલેજમાં અને પછી અમદાવાદની સરસપુર કોલેજમાં આચાર્ય તરીકે તથા સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ. 1966થી 1968 સુધી સરસપુર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને 1969માં ત્યાં જ આચાર્ય. 1969થી 1980 સુધી ભાષા વિજ્ઞાનના વ્યાખ્યાતા. 1980થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ભાષા વિજ્ઞાનના રીડર પણ હતા.કુલ 27 પુસ્તકના લેખક અને 24 પુસ્તકના સંપાદક ડૉ.યોગેન્દ્ર વ્યાસને તેમનાં પાંચ પુસ્તકને જે-તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળેલા છે. બંને દંપતીઓનું મુત્યુ થતાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.