હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી ! તારીખ 25-26 ના રોજ આ પાંચ જીલ્લાઓ મા અતિ ભારે….

ચોમાસા મધ્ય મા વરસાદ નહીવત રહ્યો હતો. જયારે ચોમાસા ની શરુવાત મા અનેક જીલ્લા ઓ મેઘ મહેર બાદ ચોમાસાના મધ્ય મા અનેક જીલ્લા ઓ મા વરસાદ નહોતો વરસ્યો તો ભાદરવામા ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જુનાગઢ , જામનગર, રાજકોટ મા ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે ચોમાસું અંતિમ ચરણ મા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા મહત્વ ની આગાહી કરવામા આવી હતી.

વેધર વોચ ગૃપની ઓનલાઈન બેઠક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાધીનગર ખાતેથી યોજાઈ હતી. રાહત નિયામકે બેઠકને સંબોધતા IMDના અધિકારી દ્વારા જણાવાયુ હતું કે, રાજ્યમાં આગામી દિવસોમાં 25, 26/09/2021 સુઘી મહત્વ ની આગાહી કરવામા આવી હતી અને જણાવવા મા આવ્યુ હતુ કે છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે અને તે માટે બચાવ કાર્ય માટે NDRF અને SDRF ની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRF ને સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત જો અન્ય જીલ્લાઓ ની વાત કરવામા આવે તો આગામી દીવસો રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવાર થી સુરત શહેર મા વરસાદ વરસી રહ્યો છે પરંતુ અન્ય જીલ્લા ઓ મા આ અઠવાડીયા મા વરસાદે થોડો વિરામ લીધો હોય તેવું લાગી રહ્યુ છે. ત્યારે જો અતિ ભારે વરસાદ વરસશે તો ખેડુતો ની મુશ્કેલીઓ પણ વધી શકે છે અગાવ પણ ચોમાસા ના મધ્ય સમય મા વરસાદ ખેંચાતા ગુજરાત ના અનેક જીલ્લા ના ખેડુતો ને નુકશાન થયુ છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *