આ સુરતી એ પોતાના ગામ ની બનાવી દીધુ ગોલ્ડન વિલેજ ! ગામ ની તસ્વીરો જોઈ અંચબીત થઈ જશો

સુરત શહેર હમેંશા ચર્ચામાં રહે છે. આજે આપણે એક એવા વ્યક્તિની અને તેમના દ્વારા નિર્માણ થયેલ ગોલ્ડન વિલેજ વિશે વાત કરીશું. સવજીભાઈ વેકરિયાએ પોતાના સપનાનું ગામ વસાવ્યું છે અને આ ગામ એ પણ સોનાથી મઢેલું! આ ગામને લોકો ગોલ્ડન વિલેજ તરીકે ઓળખે છે. સવજીભાઈએ સપનાનું આખું ગામ માત્ર ને માત્ર 6 મહિનામાં. આ ગામને નિહાળતા ની સાથે જ કોઈને પણ રહેવાનું મન થઇ જાય.

સૂરત રત્નાકર સીટી છે અને આમ પણ સુરતમાં કાઠીયાવાડ નું પ્રભુત્વ ખૂબ જ સારૂ છે. પટેલ સેવા સમાજના આગેવાન અને લોકસેવક અને ‌વિશ્વ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા સવજીભાઈ વેકરિયાએ. તેઓ મૂળ અમરેલી જિલ્લામાં આવેલ બગસરા તાલુકાના રફાળા ગામના વતની છે.તમને જાણીને નવાઈ લાગશે કે, સવજીભાઈ 20 વર્ષ પહેલાં એક સપનું જોયું હટી કે તેમના ગામને સુવર્ણ બનાવું. આજે ધનવાન બની ગયા પછી પોતાના વતન ન ભુલ્યા અને આખરે તેમને જોયેલું સપનું સાકાર કરવા રફાળા ગામ ને ગોલ્ડન વિલેજમાં ફેરવ્યું.

અમરેલીમાં બાર સાયન્સ સુધીનો અભ્યાસ કર્યા પછી સવજીભાઈ ૧૯૮૮માં સુરત ગયા અને હિંદુસ્તાન ટ્વિસ્ટર નામની કંપની ચાલુ કરી. સાથે જનસેવા પણ શરૂ કરી. આ ગામમાં માતા-પિતાની યુવાની અને ઘડપણ વીત્યા છે, એ ગામને આદર્શ અને અદ્ભુત બનાવીને તેમને અંજલિ આપવી જોઈએ. તેમના પિતા કુરજીભાઈ થોડા મહિના પહેલા જ સ્વર્ગવાસી થયા. અગાઉ ઉંમરને લીધે માતા લાભુબહેનની દૃષ્ટિ જતી રહી. તેમણે ગામનું નવસર્જન થતું તો જોયું હતું, પરંતુ તેઓ લોકાર્પણ જોઈ શક્યા નહીં.આ ભગીરથ કાર્યમાં સવજીભાઈને તેમના પત્ની હંસાબહેન, પુત્ર સિદ્ધાંત અને પુત્રી સુભદ્રાનો સતત સહયોગ અને પીઠબળ સાંપડ્યા છે

કોઈપણ વ્યક્તિ કે સરકાર પાસેથી આર્થિક સહાય લીધા વગર. તમને જાણવું ગમશે કે, કયા એક એવું ગામ છે, જ્યા પ્રાચીન સંસ્કૃતિનો અહેસાસ થાય છે તેમજ અહીં તમામ આધુનિક સુવિધાઓ પણ વિકસવવામાં આવી. ગામની વિશેષતા એ છે કે, ચારેબાજુ ચાર દરવાજા ફરતી કોટ મુખ્ય દરવાજાનું નામ અમર જવાન જ્યોતિ જે દિલ્હીના ગેટવે ઓફ ઈન્ડિયાની પ્રતિકૃતિ છે જે હિન્દુસ્તાનની સૈનાના પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે.

આ સિવાય સૌથી મહત્વની વાત એ છે કે બીજો ગેટ દીકરીઓ ને સમર્પિત કરેલ છે અને તેનું નામ લાડલી ગેટ છે.આ સિવાય આપણા દેશના મહાન રત્નો ને સનર્પિત ગાંધીગેટ છે. ચોથો સરદાર ગેટ. છે અને બધા જ દરવાજાઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કલાત્મક છે. માત્ર છ મહિનામાં તૈયાર થયેલ રફાળાનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબરે સરદાર જયંતિના દિવસે કથાકાર મોરારિબાપુના હસ્તે અનેક મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

સૌથી ખાસ વાત એ છે કે, આ ગામમાં મધ્યમાં અશોક સ્થભ નું 40 ફૂટ ઊંચું સેટચ્યું છે તેમજ ગામના ચોકનું નામ ક્રાંતિ ચોક છે. ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને વાઈફાઈથી સજ્જ કરવામાં આવ્યું. ગ્રામ પંચાયત કચેરીને ગ્રામ સંસદ ભવન નામ આપી દિલ્હીના સંસદ ભવનની નાની પ્રતિકૃતિ હોય તેમ આધુનિકરીતે બનાવેલ છે.તમને જાણવું ગમશે કે, સવજીભાઈએ બે વર્ષ રફાળામાં જ રહીને, સતત પરિશ્રમથી ૨૩ જેટલી નવતર યોજનાઓ સફળતાપૂર્વક સાકાર કરી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *