સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા મા ભુલ ભુલૈયા ઉપરાંત નવા સ્થળો નો ઉમેરો ! ફરવા જાવ તો ચુકી ના જતા…જુઓ શુ શુ…

આવતી કાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નવા બે પ્રવાસન આકર્ષણો, મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકશે. કેવડિયા ખાતે વધુ 2 પ્રવાસન આકર્ષણોનો ઉમેરો ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે.  8 મહિનાના ટુંકા ગાળામાં કેવડિયા ખાતે મેઝ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું. 3 એકર વિસ્તારમાં ફેલાયેલો દેશમાં સૌથી મોટો મેઝ ગાર્ડન છે.

કુલ 2100 મીટરનો પાથવે ધરાવે છે. ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઊર્જા લઇને આવે છે. આ ભુલભુલૈયાની મુલાકાત લેતા પ્રવાસીઓના મન, શરીર અને ઇન્દ્રિયોને આ ગૂંચવણભર્યા રસ્તાઓ પડકારશે, તેમને અવરોધો પર વિજય મેળવવા માટે પ્રેરિત કરશે અને તેમના ડરને દૂર કરવા માટે તેમનામાં સાહસની ભાવનાનો સંચાર કરશે.

પથ્થરોની ડમ્પિંગ સાઇટ લીલોછમ ભૂપ્રદેશ બની ગઈ ભુલભુલૈયા બનાવવા 1,80,000 છોડવાંઓ લગાવવામાં આવ્યા, જેમાં ઓરેન્જ જેમિન (મુરૈયા એક્સોટિકા), કામિની (2), ગ્લોરી બોવર (ક્લરોડેન્ડ્રમ ઇનરમ) અને મહેંદીના છોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ મૂળરૂપે ખડકાળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી, જે હવે લીલોછમ ભૂપ્રદેશ બની ગઈ છે.

આ નિર્જન વિસ્તારનું આવું પુનરુત્થાન તેના સૌંદર્યમાં તો વધારો કરે જ છે, પણ તેના કારણે એક વાયબ્રન્ટ ઇકોસિસ્ટમનું પણ નિર્માણ થયું છે, જે પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓને પણ આકર્ષે છે. આ સાઇટની સુંદરતા તમામ વયજૂથોના મુલાકાતીઓ, ખાસ કરીને બાળકોને આકર્ષિત કરશે. બાળકો તેના ભુલભુલામણી ભરેલા રસ્તાઓથી આશ્ચર્યચકિત થશે.

આ મેઝ ગાર્ડનમાં એક વોચ ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે, જેના પર ઊભા રહીને આખા ગાર્ડનનો વ્યૂ નિહાળી શકાય છે. આ સમગ્ર પ્રોજેક્ટ વેલી ઓફ ફ્લાવર્સને અડીને બનાવવામાં આવ્યો છે.

સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા નગર ખાતે એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ જંગલમાં નીચેના વિભાગોનો સમાવેશ કરવામાં આવશે 1) નેટિવ ફ્લોરલ ગાર્ડન2) ટિંબર ગાર્ડન 3) ફ્રુટ ગાર્ડન 4) મેડિસિનલ ગાર્ડન 5) મિશ્ર પ્રજાતિઓનું મિયાવાકી સેક્શન 6) ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર

આ મિયાવાકી ફોરેસ્ટ માટે એન્ટ્રી પ્લાઝા, પાર્કિંગ, સિક્યોરિટી કેબિન, આઉટડોર સિટિંગ, ગઝેબો, પાથવે, નેચર ટ્રેલ્સ વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મૂળભૂત પ્રવાસી સુવિધાઓ અને નિષ્ણાત માર્ગદર્શિકાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જંગલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે આ વિસ્તારના મૂળ જંગલોની નકલ કરે છે, જે મુલાકાતીઓને આકર્ષક અનુભવ આપશે. આ પહેલ એકતા નગર ખાતે મુલાકાતીઓ માટે વધુ એક આકર્ષણનો ઉમેરો કરશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *