Entertainment

ગુજરાતી સિનેમા ની આ કમાલ જોડીઓ જેણે એક સમયે ધમાલ મચાવી દિધી હતી તમારી ફેવરીટ…

ગુજરાતી સિનેમા અનેક એવા કલાકારો આવ્યા છે, જેમાં એવી અનેક એવી જોડીઓ હતી જેમને દર્શકોનું દિલ જીતી લીધું અને ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ નામના મેળવી.તેમનીજોડીઓ દ્વારા ગુજરાતી ફિલ્મો જોવા સૌ કોઈ આતુર રહેતા હતા. ખરેખર આ ખૂબ જ ગર્વની વાત કહેવાય કે,આ જોડીઓ દ્વારા ગુજરાતી સિનેમા ને એક નવી દિશાઓ મળી અને લોકોના હૈયાંમાં પણ એક ખૂબ જ સારી એવી જગ્યા બનાવી કે, આજે પણ લોકો આ જોડીઓ ને જોવા આતુર બને છે. ચાલો અમે આપને જણાવીશું ગુજરાતી સિનેમાની સૌથી લોકપ્રિય જોડીઓ.

ઉપેન્દ્ર અને સ્નેહલતા : ગુજરાતી સિનેમાની નિવ આ બંને કલાકારો દ્વારા 80 થી 90 દશકામાં આ બંને ની જોડીઓ ખૂબ જ લોકપ્રિયતા મેળવી. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા એ ગુજરાતી સિનેમામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને તેમની દરેક ફિલ્મો એ ખૂબ જ સફળતા મેળવી. દર્શકો આ બંને કારણે જ ફિલ્મો જોવા જવાનું પસંદ કરતાં હતાં. ખરેખર આજે પણ લોકોના હૈયાનાં આ બંનેનું નામ ગુંજે છે.

નરેશ કનોડિયા અને રોમા માણેક : નરેશ કનોડિયા એટલે ગુજરાતી સિનેમાના પીઢ અભિનેતા તેમણે 90 દશક પછી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મને પોતાના પર લઈ લીધી અને અનેક ફિલ્મો આપી જેમાં ઊંચી મેડી ને ઉંચા મોલમાં રોમાં માણેક સાથે ખૂબ જ લોકપ્રિયતા મેળવી. રોમાં માણેક અને નરેશ કનોડિયા જોડી ગુજરાતી ફિલ્મની સૌથી ખાસ જોડી છે.

હિતેન કુમાર અને આંનદી ત્રિપાઠી : હિતેન કુમાર ની જોડી રોમાં માણેક સાથે એટલી જ લોકપ્રિય હતી પરંતુ મહિયરમાં મનડું નથી લાગતું ફિલ્મ પછી આંનદી અને હિતેન ની જોડી દર્શકોના દિલોમાં વસી ગઈ હતી. આ બંને અનેક ગુજરાતી ફિલ્મોના રાજ કર્યું છે. આજે હિતેન કુમાર અબર્ન ફિલ્મોમાં અભિનય કરે છે. જ્યારે આંનદી હિન્દી સીરિયલમાં ધૂમ મચાવી રહી છે.

કિરણ કુમાર અને અરુણા ઇરાની : ગુજરાતી સિનેમામાં અરુણા અને કિરણ કુમારની જોડી ખૂબ જ લોકપ્રિય હતી અને આ બંને કલાકારો એ અનેક ફિલ્મોમાં કામ કર્યું અને આજે પણ આ બંને અભિનયની દુનિયામાં સક્રિય છે. ત્યારે ખરેખર આ બંને દ્વારા ગુજરાતી સિનેમામાં અનેક લોકો આવ્યા અને ગુજરાતી ફિલ્મો તરફ વધુ આકર્ષાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!