નાઈટ ડ્યુટી પુરી કરી ને જતા પોલીસ જવાનનો અકસ્માત થતા કરુણ મોત નીપજ્યું

રાજ્ય ના પોલીસ બેડા માટે આજે એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે જેમાં એક પોલીસ કર્મી નુ અકસ્માત મા મોત નીપજ્યું હતુ. આ ઘટના મા પોલીસ કોન્સ્ટેબલ નાઇટ ડ્યુટી કરીને ઘરે પરત જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો

બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વડોદરા જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા અને મૂળ હાલોલ તાલુકાના નવીનગરી કોપરેજ ગામના વતની અને હાલ કપુરાઇ ચોકડી ડભોઇ રોડ ઉપર આવેલ રત્ન હેવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ભદ્રેશભાઇ ઉદેસિહ સોલંકી રવિવારે પોતાની નાઈટ ડ્યુટી પુરી કરી ને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે પર તરસાલી નજીક આઇવર ટેમ્પોની સાથે અથડાતા મોત નીપજ્યું હતું.

ભદ્રેશભાઇ ઉદેસિહ સોલંકી છેલ્લા ચાર વર્ષ થી વરામણા પોલીસ સ્ટેશન મા કોન્સ્ટેબલ તરીકે ની ફરજ બજાવી રહ્યા છે અને તેઓ રોજ નોકરી ઉપર હાઇવે નંબર-48 અપડાઉન કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આ ઘટના મા ટેમ્પો ચાલકે તેનો ટેમ્પો કોઈપણ પ્રકારની ટ્રાફિક સિગ્નલની નિશાની રાખ્યા વગર હાઇવેની ત્રીજી લાઇનમાં વચ્ચે પાર્ક કર્યો હતો. અને ભદ્રેશભાઈ નુ મોત નુ કારણ બન્યો હતો.

દરમિયાન આ બનાવની જાણ પરિવારને કરવામાં આવી હતી. તુરંત જ તેમના પરિવારજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ જવાનના મોતથી પરિવારમાં માતમ જોવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *