ભરૂચમાં ૫૬ વર્ષીય વૃદ્ધે એવા કારણે આપઘાત કર્યો કે જાણીને હૈયું થંભી જશે….જાણો વિગતે
ભરૂચના મોદી પાર્ક નજીક દેવદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય એક વૃદ્ધે આપઘાત કરી લીધો છે. આત્મહત્યા કરતા પહેલા આશ્વિન ચૌહાણ નામના વૃદ્ધે એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તે રડતા રડતા કહી રહ્યો છે કે તેણે આ પગલું તેની પત્ની, સાસુ અને સસરાના ત્રાસથી કંટાળીને ભર્યું છે.
વૃદ્ધની પત્નીએ તેને ત્રણ વર્ષ પહેલા છોડી દીધાની અને ઘર લૂંટી લેવામાં આવ્યાની વિગતો પણ સામે આવી છે. વૃદ્ધે આત્મહત્યા કરતા પહેલા પત્ની અને અન્ય લોકો સામે કડક સજાની માંગણી પણ કરી છે. તેઓ તેમનું ઘર ભાઈ અને બહેનને સમાન રીતે આપવાનું પણ કહી રહ્યા છે. પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ ઘટનાથી ભરૂચ શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારના સભ્યોમાં શોકનું મોજુ ફરી ગયું છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.
ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે,
મૃતકે આત્મ હત્યા કરતાં પહેલા વીડિયોના મારફતે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, હું જીંદગીથી કંટાળી ગયો છું, એકલું જીવન જીવીને કંટાળી ગયો છું. મારા મોત પાછળ મારી પત્ની અને સાસુ સસરાનો સાથ છે. એ લોકોએ મને એકોલ પાડી મારું બધુ છીનવી લીધું છે.
મને જીવન એકલો જીવવા મજબુત કરી દીધો છે. મહેરબાની કરી તે લોકોને સજા આપશો. મારુ મકાન મારા બાપના પૈસાનું છે. એમાં મારી બહેનો અને ભાઈનો હક છે. એ વેચી અને એમને અડધા ભાગે બધાને હરખા ભાગે વેચી આપજો. હું મારુ જીવન એકલતાથી ટુંકાવું છે. મને માફ કરજો અને એ લોકોને સજા આપજો. હાલમાં આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.