US બોર્ડર પર મૃત્યુ પામેલા ડીંગુચાના પટેલ પરિવારના છેલ્લા ફૂટેજ આવ્યા સામે ! પિતાએ આંખ મા આસું સાથે જણાવી એવી વાત કે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, થોડા મહિના પહેલા જ એજન્ટો દ્વારા ગુજરાતનાં ડીંગુચાના પરિવારનું કેનેડા-યુએસની બોર્ડર પર થીજી જવાના કારણે મોત થયું હતું. આ પરિવાર ગેરકાયદે રીતે કેનેડાથી યુએસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને હાલમાં જ આ પરિવારના છેલ્લા ફૂટેજ સામે આવ્યા છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (CBC) દ્વારા ગુરુવારે એક ડોક્યુમેન્ટ્રી પ્રસારિત કરવામાં આવી હતી.
અમેરિકાની બોર્ડર નજીક પગપાળા પહોંચેલા ડીંગુચાના પરિવાર પર કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને (CBC) ‘ડેથ એટ ધ બોર્ડર’ નામની ડોક્યુમેન્ટ્રી બનાવી છે.આ ડોક્યુમેન્ટ્રીમાં આ પરિવારની છેલ્લી સફર જોવા મળે છે. સાથે જ કાયદો-વ્યવસ્થા જાળવતી એજન્સીઓની નબળી કામગીરી પર પણ સવાલ ઉઠાવે છે તેમજ ડીંગુચા પરિવાર અને તેના આસપાસના ગામની વસ્તીનો મોટોભાગ વિદેશ જઈને વસેલો છે અથવા ત્યાં જવા માગે છે. કોઈપણ ભોગે તે વિદેશ જવા માગે છે અને તેનું કારણ છે સારી જિંદગીની શોધ.
‘સૌથી ખાસ વાત એ છે કે, મૃતક જગદીશ પટેલના પિતા બળદેવભાઈનો દુર્લભ ઈન્ટરવ્યૂ છે જે તેમના ડીંગુચા સ્થિત ઘરે લેવામાં આવ્યો હતો. પરિવારના ચાર સભ્યોના નિધનથી ભાંગી પડેલા પિતાએ પત્રકારને જણાવ્યું કે, તેમનો દીકરો બાળકોને સુંદર ભવિષ્ય આપવા માગતો હતો. “તે અમારું ખૂબ ધ્યાન રાખતો હતો. તેના અવસાનથી અમારી જિંદગીમાં હવે કશું બચ્યું નથી. મારી પાસે પુષ્કળ જમીન છે. કોઈ જ પ્રકારની આર્થિક સમસ્યા નથી.
જગદીશના દિલમાં અમેરિકા વસેલું હતું. ત્યાં જિંદગી ઉજ્જવળ કરવાની લોભામણી તકોથી તે અંજાયેલો હતો. તેણે કહ્યું હતું કે, તેઓ બાળકોના ઉજળા ભવિષ્ય માટે કેનેડા જઈ રહ્યા છે. અમારી દીકરી (જગદીશની પુત્રી વિહાંગી) ભણવામાં ખૂબ હોંશિયાર હતી”આ ડોક્યુમેન્ટ્રીમાં ડીંગુચાના લોકોનું અમેરિકા પ્રત્યેનું વળગણ પણ દર્શાવવામાં આવ્યું છે. ત્યાંના લોકો અમેરિકાને સારી જિંદગીની ટિકિટ માને છે.
વિલાપ કરતાં બળદેવ પટેલે કહ્યું કે, વિદેશ જવાનું ઘેલું એટલું છે કે કોઈ કશું માનવા તૈયાર નથી. “લોકો યેનકેન પ્રકારે વિદેશ જવા માગે છે. શું તમે તેમને કહેશો કે ક્યાંય ના જાય અને અહીં પોતાના વતનમાં જ રહે?”, તેમ બળદેવ પટેલે પ્રશ્ન કર્યો. ખરેખર આ ડોક્યુમેન્ટ ખૂબ જ હદયસ્પર્શી છે જેમાં ડિગુચા પરિવારની આપવીતી તેમજ સમાજના દરેક લોકો માટે એક ચેતવણી અને સમજદારીનો સંદેશ આપવામાં આવ્યો છે.