Gujarat

ગુજરાત ની આ શાળા મા અભ્યાસ કર્યો હતો ધીરુભાઈ અંબાણી એ ! જુઓ શાળા ની તસ્વીરો આજે કેવી હાલત છે

સૌરાષ્ટ્રનાં નાના એવા ગામમાં જન્મેલા ધીરુભાઈ અંબાણી થકી ભારતને રિલાયન્સની ભેટ મળી. ધીરુભાઇનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી છે. દરેક વ્યક્તિનાં જીવનનું ઘડતર શાળામાંથી થતું હોય છે, ત્યારે આજે અમે આપને ધીરુભાઈ અંબાણીની શાળા વિશે જણાવીશું. આ શાળામાંથી તેમને શિક્ષણ મેળવ્યું.જૂનાગઢની મધ્યમાં આવેલી નવાબના સમયની સ્વામી વિવેકાનંદ વિનય મંદિર. 10 ફેબ્રુઆરી 1916માં દિવસે નિર્માણ થયેલ. ત્રણ વખત આ શાળાનું નામકરણ થયું છે.

. હાલમાં આ શાળા સ્વામી વિવેકાનંદ વિનય મંદિરથી ઓળખાય છે. આ શાળામાં ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી અભ્યાસ કર્યો. ધીરુભાઈ અંબાણી બાદ જૂનાગઢના મહાનુભાવો એ અહીં અભ્યાસ કર્યો છે જેમાં હાલના શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, પૂર્વ મેયર જીતુ હિરપરા ,ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ તથા પદ્મશ્રી ગણપત ઈશ્વરભાઈ પટેલે અહીં અભ્યાસ કર્યો છે.

આજે આ શાળાનું પરિસર હાલ ખુલ્લી હાલતમાં છે એટલે કે અહીં શાળાને ચારે તરફ બંધ પરિસર થયેલી દિવાલ નથી. હાલમાં બંધ અને ભંગાર હાલતમાં પડેલા મહાનગરપાલિકાના વાહનો આ પરિસરમાં એમ જ પડેલા છે તથા રસ્તાના સમારકામ વખતે ખોદવામાં આવેલા છે. જેની કપચી સહિતની વસ્તુઓ અહીં મેદાનમાં ઠાલવી દેવામાં આવી છે. જેથી ક્યાંક ને ક્યાંક આ શાળાનું છબી પણ ખરાબ થાય છે શાળાનું ગ્રાઉન્ડ ખૂબ જ મોટું છે.

અહીં સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ વહેલી સવારે દોડવાની તૈયારી માટે તથા શારીરિક વ્યાયામ માટે અહીં મોટાભાગના લોકો આવતા હોય છે. જો પરિસરને એકદમ ચોખ્ખું કરી દિવાલ બનાવી દેવામાં આવે તો અહીંનું પરિસર પણ સુરક્ષિત થઈ શકે તેમ છે તથા શાળાના વિદ્યાર્થીઓને પણ અહીં રમતગમત માટે મોટું મેદાન મળી રહેશે.


અમે આપને જણાવીએ તો આ શાળામાં ધોરણ 8 થી 12 સુધીના અભ્યાસની વ્યવસ્થા છે. 20 શિક્ષકોની ટીમ અહીં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યરત છે.  સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની સ્પર્ધા સામે આ શાળામાં હાલમાં પણ ખૂબ સારી એવી વિદ્યાર્થીઓની સંખ્યા યથાવત રહી છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહેશે અને વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળામાં અભ્યાસ માટે આવતા રહેશે તેવી પણ એક આશા આચાર્ય પ્રતિભાબેન નાગ્રેચાએ વ્યક્ત કરી હતી.

જૂનાગઢમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની સ્પર્ધામાં અહીં વિદ્યાર્થીઓને સાયન્સનું અભ્યાસ કરાવવામાં આવતો હતો પણ વિદ્યાર્થીઓ અહીં આવતા ન હોય અને ફક્ત પોતાનું નામ સ્કૂલમાં રાખવા માટે જ આવતા હોય તેથી સ્કૂલના આચાર્ય પ્રતિભાબેન નાગ્રેચા દ્વારા આ સાયન્સ ફેકલ્ટી બંધ કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!