છેલ્લા એક વર્ષ મા ગુજરાતી સિનેમા ને મોટી ખોટ પડી છે આ કલાકારો એ દુનીયા ને અલવિદા કહી દીધુ
ગુજરાત ના વરિષ્ઠ અભીનેતા ગયા અઠવાડીયા મા દુનિયા ને અલવિદા કહી દીધુ હતુ લાંબી બીમારી બાદ અને કોરોના થી સાજા થયા બાદ તેવો નુ નિધન થયુ હતુ આ ઉપરાંત છેલ્લા એક વર્ષ મા ગુજરાતી સિનેમા જગત ને ઘણી મોટી ખોટ પડી હતી અને અમિત મિસ્ત્રી અને કનોડીયા બ્રધર્સ એ પણ દુનિયા ને અલવિદા કહી દીધુ હતુ.
અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા. તેમણે શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા. તેવો પણ 23 એપ્રીલ 2021 ના રોજ મૃત્યુ પામ્યા હતા. અમિત મિસ્ત્રીને 23 એપ્રીલ ના વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમનું નિધન થયું છે.
આપણે જાણીએ છીએ કે નરેશ કનોડીયા ને ગુજરાત ના રજનીકાંત કહેવામાં આવતા હતા. અને ગુજરાતી સિનેમા નો પાયો પણ તેમણે જ નાખ્યો હતો. નરેશ કનોડીયા અને મહેશ કનોડીયા બન્ને ભાઈ ઓ એ ગુજરાતી સિનેમા ને ઘણુ આપ્યુ છે ત્યારે છેલ્લા વર્ષો મા બન્ને ભાઈઓ એ એક જ અઠવાડિયા મા અલવિદા કહી દીધુ હતુ.
નરેશ કનોડીયા એ 27 ઓકટોબર 2020 મા અને તેમના ભાઈ મહેશ કનોડીયા એ 25 ઓકટોબર 2020 ના રોજ દુનીયા ને અલવિદા કહી દીધુ હતુ. આમ છેલ્લા એક વર્ષ ના સમય ગાળા મા ગુજરાતી ફિલ્મ જગત ને બોવ મોટી ખોટ પડી હતી જેમાં ત્રણ મહાન વરિષ્ઠ કલાકાર અને અને એક ટેલેન્ટ થી ભરપુર યુવા કલાકારે દુનિયા છોડી દીધી હતી.