Gujarat

13 વર્ષથી વાંદરાઓને ભોજન કરાવનાર વ્યક્તિએ પોતાનું ઘર ગીરવે મૂકીને પણ રોજ તેમને 230 કિલો કેળા ખવડાવે છે.

સેવા પરમ ધર્મ! ખરેખર ભગવાનને આપણે માનવ દેહ આપ્યો છે , ત્યારે આપણી ફરજ બંને છે કે જીવમમાં આપણે કંઈક સેવા કરીએ. જીવનમાં આ જ બધુ ભેગું આવશે કારણ કે પૈસા તો આપણે કમાઈને અહીંયા જ મુકી જઇશુ અને ઉપર તેની નોંધ નહીં લેવાઈ કે તમે કેટયું ધન કમાયા હતા. ઉપર તો માત્ર સારા અને નરસા કર્મનો જ હિસાબ થશે.

શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે, હું દરેક જીવમાં વાસ કરું છું! કણે કણમાં ઈશ્વર વસેલો છે, ત્યારે ખરેખર આપણે દરેક જીવ પ્રત્યે આદર રાખવો જોઈએ. આપણે કૂતરા અને ગાયોને ની તો સેવા કરતા જ હોઈએ છીએ પરંતુ સીમિત પૂરતી પરતું આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાના છે જેમણે પોતાના 13 વર્ષ વાંદરાઓને ભોજન કરાવે છે. આ સેવામાં તેઓ આર્થિક રીતે સધ્ધર નથી પરતું જીવ પ્રત્યે દયા ભાવના છે અને આ જ તેનું પરિણામ છે. ત્યારે ખરેખર આ ભાઈને વંદન છે તેઓ મૂળ ઓળ ગામના છે.

એકવાર એક ભાઈને જોયા જે રોટલો ખવડાવતા હતા વાંદરાને તેમને જોઈને આ ભાઈને વિચાર આવ્યો અમે તેમણે પણ એક બીસ્ટિકનાં પેકટ શરૂઆત કરી હતી અને આજે રોજ 230 કિલો કેળા વાદરાઓને ખવડાવે છે. આ સેવામાં તેમણે ઘણું ગુમાવ્યું પણ છે. 7 લાખમાં તેમણે પોતાનું ઘર ગિરવી મૂકી દીધું અને પોતાની દીકરીની એફડી તોડવી અને હાલમાં જ તેમમે હુમલો પણ આવેલો છતાં તેઓ સેવા ચાલુ રાખી કારણ કે તેમને આ કામ સારું લાગે છે અને તેમની પત્ની અને બાળકો તેમને સાથ આપે છે ત્યારે ખરેખર આ ભાઈનાં કાર્ય ને વંદન કરીએ છીએ આપણે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!