આ ગુજરાતી મહિલા ના વિડીઓ instagram મા ધુમ મચાવે છે. સિરીયલ ના એક્ટર કરતા સારી એકટીંગ….
સોસિયલ મીડીયા એક એવુ પ્લેટફોર્મ છે જે કોઈ ને રાતો રાત હીરો બનાવી દે છે તો કોઈ ને રાતો રાત જીરો પણ બનાવી દે છે.હાલ ના સોસિયલ મીડીયા ના જમાના મા શોર્ટ વિડીઓ બનાવવા નો ક્રેઝ ઘણો વધી રહ્યો છે ત્યારે યુવાનો તો વિડીઓ બનાવે જ છે પરંતુ મોટી ઉમર ના લોકો પણ વીડીઓ બનાવી મજા કરે છે. આજે એક એવીજ મહીલા ની વાત કરવી છે જેણે જીવન મા ઘણો સંઘર્ષ કર્યો છે. પરંતુ પોતાની મહેનત થી આજે સારુ જીવન જીવી રહી છે.
આપણે જે મહિલા ની વાત કરીએ છીએ તેનુ નામ વસંતિબહેન આકાણી છે અને હાલ Instagram મા તેના વિડીઓ ધુમ મચાવે છે. જેની આઈ ડી પર આજે બે લાખ જેટલા Follwers છે અને તેના લાખો ચાહકો છે અને તેણે બનાવેલા વિડીઓ લાખો લોકો રોજ જુવે છે. વસંતિ બહેન રોજ કોમેડી અને જુના અના નવા ગીતો પર એક્ટીંગ કરી ને વિડીઓ બનાવે છે. અને આ વિડીઓ જોઈ લોકો ને પણ મજા આવે છે.
View this post on Instagram
વસંતિ બહેન ની વાત કરવામા આવે તો તેમનુ ઘર ડીસા મા છે અને બીજુ ઘર દિલ્લી મા પણ છે તેમને જીવન મા ઘણો સંઘર્ષ કર્યો છે અને જ્યારે દિલ્લી મા રહેતા ત્યારે ભજીયા ની લારી ચલાવતા હતા અને તેવો એ BBC Gujarati ના માધ્યમ થી જણાવ્યું હતુ કે ભજીયા ની લારી ચલાવતા સમયે તેમને જીવન મા ઘણુ સીખવા મળ્યુ હતુ.
View this post on Instagram
Instagram મા વિડીઓ બનાવતા તેમના દિકરા એ જ શીખવ્યું હતુ. અને હવે જાતે જ વીડીઓ બનાવી ને પોસ્ટ કરે છે અને લોકો પણ કોમેન્ટ મા જણાવે છે કે તેવો ના વિડીઓ ખુબ પસંદ કરે છે. અને વિડીઓ ની રાહ લોકો જુવે છે.