Entertainment

આ છે ભારત નૌ સૌથી અમીર ગામ ! દરેક ખડુત છે લખપતિ

આજે આપણે વાત કરીશું એક એવા ગામની જે એશિયાનું ખૂબ જ ધનિક ગામ ગણવામાં આવે છે. ખરેખર આ ગામની સફળતા ની પાછળ રહેલ છે ખેતી! આમ પણ કહેવાય છે ને કે, આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને મોટેભાગના લોકો કૃષિ દ્વારા જ આવક મેળવે છે. આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેને એવી વસ્તુનું વાવેતર કર્યું જેના થી આજે આ ગામ એશિયાનું સૌથી ધનિક ગામ બન્યું છે.

આજે આપણે જાણીશું હિમાચલ પ્રદેશના ખેડૂતો વિષે આજના આધુનિક સમયમાં દેશની સામે ઉદાહરણરૂપ બન્યું છે આ ગામ. વાત જાણે એમ છે કે, શિમલાથી લગભગ 92 કિલોમીટર દૂર એક ગામ છે, જ્યાં ખેડૂતોએ જે કાય કર્યું એ ખૂબ જ સરહાનીય છે. વાત જાણે એમ છેકે, મડાવગનું નામ હાલના દિવસોમાં ભારતના સૌથી અમીર ગામમાં શામેલ થઈ ગયું છે.

આપણે જાણીએ છે કે, દરેક વસ્તુઓ એક જગ્યા એવું જરૂરી નથી. જમીન અને તેનું વાતાવરણ ને અનુરૂપ જ કોઈક પાક થતો હોય છે. ત્યારે હાલમાં જ આ ગામના લોલોએ ખેડૂતોએ સફરજનની ખેતી કરવાની શરુ કરી દીધી છે, અને આ વર્ષે લગભગ 7 લાખ પેટી ઉત્પાદન કર્યું છે. આ ગામમાં ન કોઈ ઉદ્યોગપતિ છે અને ન તો કોઈ જાણીતી કંપનીમાં કામ કરવા વાળા લોકો. છતાં પણ અહીં દરેક પરિવારની વાર્ષિક આવક 70 થી 75 લાખ રૂપિયા છે.

ખરેખર સફરજન ની ખેતી તેમને લેખે લાગી.અહીંના ખેડૂત રોયલ એપ્પલ, રેડ ગોલ્ડ, ગેલ ગાલા જેવી સફરજનની જાતોનું ઉત્તમ ગુણવત્તા વાળું ઉત્પાદન કરે છે. મડાવગના સફરજનનો આકાર ઘણો મોટો હોય છે. આ સફરજનની ગુણવત્તા એટલી સારી હોય છે.જો કે ઘણી વાર કરા પડવાને કારણે તેમણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ લોકો સફરજનના ઝાડ પર નેટ લગાવે છે.

રાત્રે જાગીને પણ તેમની દેખરેખ કરે છે. ઇન્ટરનેટને કારણે ખેડૂતોને ઘણો ફાયદો થયો છે. તે ઘરે બેઠા બેઠા જ ભાવ જાણી લે છે. પછી પોતાના સફરજનને ઉચિત ભાવમાં વેચે છે. આ લોકો એ કામ કરી બતાવ્યું છે જાણે રણમાં ગુલાબના છોડો વાવવા! આપણે જાણીએ છે કે સફરજન એ ફળોમાં ખૂબ જ ઉત્તમ છે અને સ્વાથ્ય માટે એટલો જ લાભ દાયક છે એટલે કહેવાય કે એક સફરજન ખાઓ દરરોજ તો ડોકટર થી દુર રહેવું પડે. આ જ સફરજન આજે ખેડૂતો માટે બહુ મૂલ્ય બન્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!