ગુજરાતના ફેમસ સિંગર કિંજલ દવેએ પરિવાર સાથે કર્યું ગૌમાતાનું પૂજન અર્ચન, શેર કરી આ ખાસ તસવીરો…જુઓ
ગુજરાતના લોકપ્રિય ગાયિકામાં કિંજલ દવેનું નામ મોખરે આવે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે કિંજલ દવે પોતાના જીવનમાં અથાગ પરિશ્રમ કરીને સફળતા પ્રાપ્ત કરી છે. ખરેખર કિંજલ દવેનું જીવન પ્રેરણાદાયી છે, સૌ કોઈ જાણે છે કે, પોતાના જીવનની દરેક પળ વિશે કિંજલ દવે પોતાના ચાહકોને અપડેટ્સ આપે છે. હાલમાં જ કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ તસવીરો શેર કરી છે.
આ ખાસ તસવીરોમાં તમે જોઈ શકશો કે, પાટણ ખાતે કિંજલ દવેએ પરિવાર સાથે ગૌ પૂજન કર્યું હતું. ખરેખર કિંજલ દવે અમે તેમનો પરિવાર ધાર્મિક છે અને તે માં ચહેર પર અતૂટ આસ્થા ધરાવે છે. વાયરલ થયેલ તસવીરોમાં જોઇ શકશો કે કિંજલ દવે પોતાના માતા અને પિતા સાથે મળીને ગૌ માતાનું પૂજન કર્યું અને ગૌમાતાને ગોળનો પ્રસાદ પણ ખવડાવ્યો. ખરેખર આ તસવીરોમાં કિંજલદવે નો ગાય પ્રત્યેનો અતૂટ પ્રેમ અને લગાવ જોઈ શકશો.
આ તસવીરોમાં તમે જોઈ શકશો કે કિંજલ દવેએ વાઇટ એન્ડ બ્લેક આઉટફિટ પહેરીને તપતા સૂરજ સાથે સુંદર ફોટોગ્રાફી કરાવી છે. આ ફોટોઝમાં કિંજલ દવે ખૂબ જ સુંદર અને મનમોહક લાગી રહ્યા છે. ખરેખર કિંજલ દવેની સુંદરતાના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. કિંજલ દવેની અનેક તસવીરો સોશીયલ મીડીયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
કિંજલ દવે હાલમાં જ પાટણ ખાતે ગૌ શાળાના લાભાર્થે યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં ખાસ હાજરી આપી હતી તેમજ સૌથી ખાસ વાત એ છે કે, આ ડાયરામાં લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. કિંજલ દવેના સ્વરે જ્યારે લોક ગીત અને ભજનો ગવાઈ ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.